________________
તેઓ સામાન્ય રીતે જિનકલ્પી હોય છે, પરિહાર વિશુદ્ધિ નામનાં ચારિત્રનું પાલન કરે છે. યથાલંદકલ્પિક હોય છે, પ્રતિમાપ્રતિપન્ન હોય છે, સંયમમાં તેમને હંમેશા ઉપગ રહે છે. અહીં જે ગચ્છવાસી સાધુજન છે તેઓ જે પ્રમાદ રહિત થઈને સંયમનું પાલન કરે છે તે તેઓ પણ અપ્રમત્ત સંયત છે. તથા ગચ્છમાંથી નીકળી ગયેલ પ્રમાદરહિત સાધુજનેને પણ અપ્રમત્ત જ જાણવા જોઈએ.
“અમરના ” ઈત્યાદિ.
ગૌતમ મનઃપર્યય જ્ઞાનની પ્રાપ્તિના પૂર્વકથિત સર્વ નિમિત્ત સાંભળીને પ્રભુને ફરીથી પૂછે છે-“હે ભદન્ત! જે આજ વાત છે કે મન:પર્યયજ્ઞાન પર્યાસક, સંયેય વર્ષના આયુવાળાં, કર્મભૂમિજ, ગર્ભવ્યુત્કાન્તિક અપ્રમત–સંત સમ્યગદષ્ટિ મનુષ્યને જ ઉત્પન્ન થાય છે તે શું જે ઋદ્ધિવાળા, ઉપર કહેલ વિશેષણવાળા મનુષ્યને ઉત્પન્ન થાય છે કે ત્રાદ્ધિરહિત પૂર્વોકતવિશેષણવાળા મનુષ્યોને ઉત્પન્ન થાય છે?” ભગવાને કહ્યું-“હે ગૌતમ! આ મનઃપર્યય જ્ઞાન ઋદ્ધિવાળા પૂર્વોકતવિશેષણવાળી મનુષ્યને જ ઉત્પન્ન થાય છે પણ ઋદ્ધિરહિત મનુષ્યને પ્રાપ્ત થતું નથી.
ભાવાર્થ–પ્રભુએ ગૌતમને આ સૂત્ર દ્વારા એ સમજાવ્યું કે જે અપ્રમત્ત સંયત સમ્યગદષ્ટિ મનુષ્યો અદ્ધિવાળા આમ–ઔષધિ આદિ લબ્ધિવાળા હેય છે તેમને જ આ મન:પર્યયજ્ઞાન ઉત્પન્ન થાય છે. જેમને આમ–ઔષધિ આદિ લબ્ધિ પ્રાપ્ત થઈ નથી તેમને થતું નથી. કેટલાક અપ્રમત-સંત-સમ્યગ દષ્ટિ જીવ વિશિષ્ટ તથા ઉત્તરોત્તર અપૂર્વ અપૂર્વ અર્થના પ્રતિપાદક આગમોના સમ્યગ અભ્યાસથી તેમના પૂર્ણ જાણકાર થઈ જાય છે, તેથી તેમનાં ચિત્તમાં તીવ્ર અને તીવ્રતર શુભ ભાવના જાગૃત થતી રહે છે, તેથી એ ભાવનાઓના પ્રભાવથી તેઓ આમર્શ–ઔષધિ આદિ લબ્ધિઓને પ્રાપ્ત કર્યા કરે છે. જે અપ્રમત્ત સયતેને આમર્શ—એષધિ આદિ લબ્ધિઓમાંથી કોઈ એક લબ્ધિ પણ પ્રાપ્ત થઈ ગઈ હોય, અથવા અવધિજ્ઞાનલબ્ધિના તેઓ ધારનારા બની ગયા હોય તે તેમને મનઃપર્યજ્ઞાન જરૂર ઉત્પન્ન થાય છે, પણ અપ્રમત્ત સંચમના ધારણ કરનારા હોવા છતાં પણ જે તેઓને ઋદ્ધિ પ્રાપ્ત થઈ ન હોય તે એવી સ્થિતિમાં તેમને મન:પર્યયજ્ઞાન ઉત્પન્ન થતું નથી.
શંકા–આજ સૂત્રની શરૂઆતમાં “મન:પર્યય જ્ઞાન મનુષ્યને ઉત્પન્ન થાય છે એમ કહેવા માત્રથી જ એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે અમનુષ્યને મન:પર્યાય જ્ઞાન ઉત્પન્ન થતું નથી. છતાં પણ “મનુષ્યાળf Nચ” એવું શા માટે કહ્યું?
શ્રી નન્દી સૂત્ર