________________
અવધિજ્ઞાનનું વિષયભૂત નિર્દિષ્ટ કરવામાં આવ્યું છે. ઇત્યાદિ અધી વાતા સૂત્રકાર આગળ જાતે જ સ્પષ્ટ કરશે.
જ
શંકા. જે ભેદોની કલ્પના કરેલ છે. તે અયેાગ્ય છે, કારણ કે એક એક આકાશના પ્રદેશમાં અવગાહી જીવાના ઘન જેટલા આકાશના પ્રદેશને સ્પશે છે એટલાજ પ્રદેશને તેના પ્રતર પણ સ્પર્શે છે, અને તેમની શ્રેણિ પણ એટલા જ પ્રદેશને સ્પર્શે છે. જે રીતે સકુચિત અવસ્થામાં રાખેલ નેત્રપટ્ટ જ્યારે વિસ્તારવામાં આવે છે ત્યારે તે જેમ સંકુચિત અવસ્થામાં જેટલા આકાશ પ્રદેશાને ઘેરેલ હતા એટલા જ પ્રદેશને તે વિસ્તારવાથી પણ ઘેરે છે, એજ રીતે અસંખ્યેય આકાશ પ્રદેશમાં અવગાહી જીવના ઘન પ્રતર અને શ્રેણી એ સૌ પોત પોતાના વડે આક્રાન્ત થયેલ આકાશ પ્રદેશને એટલે જ સ્પશે કે જેટલા આકાશ પ્રદેશને એક બીજાએ સ્પર્ધા છે કારણ કે પેાત પોતાનાં સ્થાનમાં અકાશ પ્રદેશોની સંખ્યા તુલ્ય જ છે જો કે સંવૃત્ત અવસ્થામાં રાખેલ નેત્રપટ્ટ વિસ્તારવાથી જગ્યા વધારે ઘેરે છે, આ રીતે તે પહેલાં કરતાં વધારે પ્રદેશાને ઘેરનાર માનવા જોઈએ, પણ સંવૃત્ત અવસ્થામાં જેટલાં સ્થાનને તેણે ઘેરી રાખેલ છે એટલાં સ્થાનમાં પણ અસંખ્યાત પ્રદેશ છે, અને જેટલા સ્થાનને ત્યાર પછી તેણે વિસ્તાર પામતાં ઘેરેલ છે. એટલામાં પણ અસંખ્યાત જ પ્રદેશ છે. આ અપેક્ષાએ અહીં સ્વસ્થાનમાં પ્રદેશોની સંખ્યા તુલ્ય ખતાવેલ છે. આ અપેક્ષાને લઈને એવું કહેવું જોઈએ કે કાંતા અવગાહનાને એ ભેદવાળા ઘન માના, પ્રતર માનો કે શ્રેણિ માના. એ છ ભેદોની કલ્પના કરવી તે વ્યથ છે, કારણ કે તેએમાં કેાઈ ભેદ ખનતા નથી.
ઉત્તર——એમ કહેવુ તે બરાબર નથી. કારણ કે તે છ પ્રકારની કલ્પનામાં ભેદ તે જરૂર માનવા જોઇએ. અહીં આ વિચાર કરવામાં આવ્યા નથી કે ઘનાઢિ વડે આક્રાન્ત જેટલા આકાશના પદાર્થ છે તે સમ છે કે વિષમ છે? અહીં' તો આ પ્રગટ કરાય છે કે એ ઘન આફ્રિકામાંથી જે કેાઇ રચનાવિશેષ અવિષેજ્ઞાનીની સમસ્ત દિશામાં ઘુમતા બહુતર ક્ષેત્રના સ્પર્શ કરે છે એજ ગ્રાહ્ય
શ્રી નન્દી સૂત્ર
૬૦