________________
સર્વ”િ આ વિશેષણ સૂચીપરિભ્રમણ પરિમિત ક્ષેત્રનું જ સૂચક છે.
અથવા–સર્વબહુઅગ્નિજીવ નિરંતર બધી દિશાઓમાં રહેલ જેટલા ક્ષેત્રને વ્યાપ્ત કરે છે એટલા ક્ષેત્રમાં જેટલા દ્રવ્ય રહેલાં હોય છે એટલા દ્રવ્યોને જાણવાની શક્તિવાળું આ પરમાવધિજ્ઞાન ક્ષેત્રની અપેક્ષાએ કહેલ છે.
હવે સાંપ્રદાયિક અર્થ શું છે તે બતાવે છે –
અગ્નિજીની ઉત્પત્તિને મહાવૃષ્ટિ આદિ વડે પણ વ્યાઘાત થતું નથી. તેથી પાંચ ભરત, પાંચ ઐરાવત, અને પાંચ મહાવિદેહ, તે પંદર જે કર્મભૂમિઓ છે તેમાં સર્વબહુબાદરઅગ્નિજીવ હેય છે. અવસર્પિણી કાળમાં બીજા તીર્થકરના સમયમાં જે અગ્નિજીવ હોય છે તેમને જ અહીં ગ્રહણ કરેલ છે, કારણ કે તે સમયે બાહર અગ્નિની સંક્ષણ અને જવાલન આદિ આરંભજિયાવડે ઉત્પત્તિ કરવામાં તત્પર ગર્ભજ મનુષ્ય અતીત અનાગત કાળના જમેલા ગર્ભજ મનુષ્યની અપેક્ષાએ મોટી માત્રામાં સ્વભાવથી જ હતા.
- જ્યારે ઉત્કૃષ્ટ સૂક્ષમ અગ્નિજીવ સ્વભાવતઃ કેઈ નિમિત્ત વડે પેદા થાય છે ત્યારે જ એ બાદારાગ્નિજીની સાથે સર્વબહ અગ્નિજીવોનું પરિમાણ આવે છે. ભાવાર્થ એ કે અનંતાનંત અવસર્પિણીઓની વચ્ચે કેઈ એક તીર્થ કરને સમય ગ્રહણ કરાય છે કે જેમાં સૂક્ષ્માગ્નિજીવ ઉત્કૃષ્ટ પદને મેળવે છે. આ રીતે ઉત્કૃષ્ટ પદ પ્રાપ્ત કરનારા તે બાદર અને સૂક્ષમ અગ્નિજીને મેળવતા સર્વબહુ અગ્નિજીનું પરિમાણ થાય છે.
સર્વબહુ અગ્નિજીનું પરિમાણ કાઢવાને માટે પોતાની બુદ્ધિથી છ પ્રકારની રચનાની કલ્પના કરે. તે છ પ્રકાર આ પ્રમાણે છે-(૧) બે ઘન (૨) બે પ્રતર (વર્ગ) (૩) બે શ્રેણિ. તેઓમાં છઠ્ઠી શ્રેણીરૂપ ભેદ જ બહેતર ક્ષેત્રને પૂર્ણ કરે છે અન્ય પાંચ ભેદ અનાદેશ-શાસ્ત્રસંમત નથી. છઠ્ઠો મૃતાદેશ જ શાઅસમંત છે.
તેને ખુલાસે આ પ્રમાણે છે–સમસ્ત અગ્નિજીને જે ઘન બનાવવામાં આવેલ છે તે સમચતુરસ્ક–સમરસ છે, અને તેની બે રીતે સ્થાપના કરેલ છે. (૧) પહેલા પ્રકારમાં એક એક આકાશના પ્રદેશમાં એક એક સ્થાપનાયંત્ર – અગ્નિજીવ સ્થાપિત કરેલ છે. (૨) બીજા પ્રકારમાં જેટલા અસંખ્યાતપ્રદેશરૂપ આકાશ ક્ષેત્રને એક અગ્નિજીવશરીરે રોકી રાખેલ છે તે સ્વાવાહિત દેહરૂપ આકાશના અસંખ્યાત પ્રદેશમાં એક એક અગ્નિજીવની સ્થાપના કરેલ છે. આ રીતે આ ઘનરચનામાં અસત્કલ્પના વડે નવ અગ્નિજીવ સ્થાપિત કરાય છે. Us
શ્રી નન્દી સૂત્ર
૫૭.