________________
ઉત્તર-વસ્તુનું જ્ઞાન એક દિશાને લઈને જ થાય છે. તેથી જે કે અવધિજ્ઞાનાવરણ કમને ક્ષપશમ સમસ્ત આત્મપ્રદેશમાં થાય છે તે પણ તે ક્ષપશમ સ્વસામગ્રીના વશથી એવા પ્રકારને થાય છે કે તે ઔદારિક શરીરની અપેક્ષા કરીને કેઈ એક વિવક્ષિત દિશાની મદદથી એજ દિશામાં રહેલ રૂપી પદાર્થોને જાણે છે તથા દેખે છે. આ બીજો અર્થ.
અન્તગતને ત્રીજો અર્થ એ પણ થાય છે કે આ અવધિજ્ઞાન એક દિભાવી હોય છે તેથી તેના દ્વારા જેટલું પણ ક્ષેત્ર પ્રકાશિત કરાય છે તે પ્રકાશિત ક્ષેત્રના એક દિરૂપ વિષયના અન્તમાં તે વ્યવસ્થિત હોય છે તેથી તે અતગત કહેવાય છે. આ ત્રીજો અર્થ.
તેનું તાત્પર્ય આ રીતે સમજવું જોઈએ કે અન્તગત અવધિજ્ઞાન– (૧) આત્મપ્રદેશાન્તમાં, (૨) ઔદારિક શરીરન્તમાં અને (૩) પિતાના દ્વારા પ્રકાશિત ક્ષેત્રના અન્તમાં વ્યવસ્થિત હેવાથી ત્રણ પ્રકારનું બતાવવામાં આવ્યું છે.
જો કે અવધિજ્ઞાનાવરણ કર્મને ક્ષપશમ સર્વ આત્મપ્રદેશમાં થાય છે અને એ અપેક્ષાએ તેને ઉપગ સર્વ આત્મપદેશોની સાથે જ થાય છે છતાં પણ તેની સાક્ષાત ઉત્પત્તિ જીવના એક દેશથી જ થતી દેખાય છે, તેથી તે આત્મપ્રદેશાન્તગત કહેવાયેલ છે ૧ આ પહેલે ભેદ.
અથવા ઔદારિક શરીરની અપેક્ષા કરીને તેના એક દેશથી જ તે ઉત્પન્ન થતું દેખાય છે તેથી પણ તે અન્તગત કહેવાયું છે. ઔદારિક શરીરના એક દેશમાં, એક દિશામાં તે અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ અતગતને બીજો પ્રકાર છે ૨,
ત્રીજો પ્રકાર એ છે કે અવધિજ્ઞાનથી ઉદ્યોતિત ક્ષેત્રના દિગ્બાગમાં અવધિજ્ઞાનવાળા જીવમાં વર્તમાન હવાને કારણે એકદિગરૂપ અર્થના અને તે વ્યવસ્થિત થાય છે, તે અવધિજ્ઞાનને અંતગત કહેવામાં આવે છે ૩. | મધ્યગત આનુગામિક અવધિજ્ઞાનના જે ભેદ છે તે પણ ત્રણ પ્રકારના છે(૧) આત્મમધ્યગત, (૨) ઔદારિક શરીરમધ્યગત, (૩) તદ્યોતિતક્ષેત્રમધ્યગત, અહીં “મધ્ય” શબ્દ જમ્બુદ્વીપની મધ્યેની જેમ “ વચ્ચે ” એવા અને વાચક છે. જે વચ્ચે રહેલ હોય છે તે મધ્યગતને વાચ્ચાઈ છે. સ્પર્ધકોની વિશુદ્ધિથી સમસ્ત આત્મપ્રદેશની વચ્ચે હેવાને કારણે તે આત્મમથ્યાત કહેવાય છે ૧. તથા સર્વાત્મપ્રદેશોમાં ક્ષપશમની અવિશેષતા હેવા છતાં પણ
દારિક શરીરની મધ્યમાં જ ઉપલબ્ધિ હોવાને કારણે આ દારિક શરીર મધ્યગત કહેવાય છે. ૨. તથા સમસ્તદિશારૂપ અર્થની આ જ્ઞાનથી ઉપલબ્ધિ થાય છે તે પણ અવધિજ્ઞાન દ્વારા પ્રકાશિત તેમનાં ક્ષેત્રની મધ્યમાં જ આ અવધિજ્ઞાન વ્યવસ્થિત થાય છે તેથી આ અવધિજ્ઞાન ત~દ્યોતિતક્ષેત્રમધ્યગત માનવામાં આવે છે. ૩. તેનું તાત્પર્ય આ પ્રમાણે છે–મધ્યગત અવધિજ્ઞાનના આ જે ત્રણ પ્રકાર બતાવ્યા છે તેમાં આત્મમધ્યગત અવધિજ્ઞાન આત્માના
શ્રી નન્દી સૂત્ર
૪૮