________________
સમેટાનુગમિકાવધિજ્ઞાન વર્ણનમ્
“તે તિં ગાણુમ” ઈત્યાદિ. શિષ્ય પૂછે છે કે હે ભદત! આનુગામિક અવધિજ્ઞાનનું સ્વરૂપ શું છે?
ઉત્તર--અવધિજ્ઞાનને પહેલે ભેદ જે આનુગામિક બતાવવામાં આવ્યા છે તેના બે પ્રકાર છે. (૧) અન્તગત (૨) મધ્યગત. વનાન્તની જેમ, દેશાન્તની જેમ અને વસ્ત્રાન્તની જેમ અહીં “ગન્ત” શબ્દ ર્ચિત્ત એટલે કે અન્તભાગને વાચક છે પણ નાશ વગેરે અર્થને વાચક નથી. પર્યન્તમાં જે વ્યવસ્થિત હોય તેનું નામ અન્તગત આનુગામિક અવધિજ્ઞાન છે. આ અવધિજ્ઞાન આત્મપ્રદેશનાં પર્યન્તમાં વ્યવસ્થિત હોય છે. તેનું તાત્પર્ય આ પ્રમાણે છે--
કઈ કઈ અવધિજ્ઞાન સ્પર્ધકોના પ્રમાણે ઉત્પન્ન થાય છે. જે પ્રમાણે મકાનની અંદરથી દીવાના પ્રકાશને બહાર નિકળવા માટે ગવાક્ષજાળી હોય છે એ જ પ્રમાણે અવધિજ્ઞાનનાં નિગમસ્થાને પણ હોય છે. તેઓ અવધિજ્ઞાનાવરણ કર્મના ક્ષયપશામજન્ય હોય છે. તેમનું જ નામ સ્પર્ધક છે. એ સ્પર્ધકરૂપ છિદ્ર એક જીવને સંખ્યાત કે અસંખ્યાત સુધી હોય છે અને વિવિધ પ્રકારના હોય છે. કેટલાંક સ્પર્ધક તે એવાં હોય છે કે જે પર્યન્તવતી આત્મપ્રદેશોમાં ક્ષપશમથી મિશ્રિત ઉદયાવસ્થાપન્ન હોય છે. તેમનામાં પણ કેટલાંક એવાં હોય છે કે જે આત્માના આગળના પ્રદેશોમાં ક્ષપશમાનુવિદ્ધ ઉદય પ્રાપ્ત કરે છે. કેટલાંક એવાં હોય છે કે જે આત્માની પાછળના પ્રદેશમાં ક્ષપશમથી યુકત ઉદય પ્રાપ્ત કરે છે, કેટલાંક નીચેના ભાગમાં, કેટલાંક ઉપરના ભાગમાં, કેટલાંક મધ્યવતી આત્મપ્રદેશમાં ક્ષયપશમથી યુક્ત ઉદય પ્રાપ્ત કરે છે. જ્યાં જેવાં સ્પર્ધક હોય છે ત્યાં તેવું અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. જે તે સ્પર્ધકે આત્માના પ્રદેશના અન્તમાં રહેલ હોય તે એ પર્યન્તવર્તી આત્મપ્રદેશમાંથી જ સાક્ષાત્ અવધિરૂપ જ્ઞાન ઉત્પન્ન થશે, આત્માના સમસ્ત પ્રદેશમાંથી નહી આ પ્રમાણે આ અતગત આનુગામિક અવધિજ્ઞાનને ભાવ છે. આ પહેલે અર્થ.
અથવા-અન્તગત શબ્દને બીજો અર્થ “જે ઔદારિક શરીરના અન્તમાં સ્થિત હોય” એ પણ થાય છે. દારિક શરીરના અન્તમાં સ્થિત રહેનારૂં અવધિજ્ઞાન પણ સ્પર્ધકોને અનુરૂપ જ હોય છે, અને કેઈ એક દિશામાં રહેલાં રૂપી પદાર્થોને સ્પષ્ટ જાણે છે જે કે અવધિજ્ઞાનાવરણ કમને ક્ષપશમ સમસ્ત આત્મપ્રદેશમાં થાય છે. તે પણ તે ઔદારિક શરીરના અન્તમાં સ્થિત થઈને જ કેઈ એક દિશામાં વ્યવસ્થિત રૂપી પદાર્થોને વિષય કરે છે.
શંકા–જે અવધિજ્ઞાનાવરણ કમને ક્ષપશમ સમસ્ત આત્મપ્રદેશમાં થાય છે તે સમસ્ત આત્મપ્રદેશવડે જ આ અવધિજ્ઞાન રૂપી પદાર્થોને કેમ જાણતું દેખાતું નથી ?
શ્રી નન્દી સૂત્ર
૪૮