________________
ઉત્તર–આ શંકા બરાબર નથી, કારણ કે, સર્વઘાતિરસસ્પર્ધકેના જે પ્રદેશ હોય છે તેઓ તથા વિધવિશુદ્ધઅધ્યવસાયવિશેષથી ધીમે ધીમે મંદ રસવાળા બનાવી દેવાય છે, અને એ રીતે તેઓ થોડાં થોડાં રૂપમાં કરીને વેદ્યમાન દેશઘાતિ સ્પર્ધકેમાં મેળવી દેવામાં આવે છે. આ રીતે તેમની સર્વઘાતિરૂપ શક્તિ મન્દ કરી નાખવામાં આવે છે અને એ જ કારણે તેઓ પિતાના પ્રભાવને પ્રગટ કરવાને અસમર્થ બની જાય છે. આજ કારણે તેઓ પશમના વિઘાતક થઈ શકતા નથી, તેથી તેમના પ્રદેશદયમાં ક્ષાયે પશમિક ભાવનું દેવું તે વિરૂદ્ધ પડતું નથી. એજ વાત “ગળ મેકત્તિ” આ ગાથાંશ દ્વારા પ્રગટ કરાઈ છે, તેમાં એ બતાવાયું છે કે મોહનીયકમની પ્રકૃતિમાં મિથ્યાત્વમેહનીય, અનંતાનુબંધી આદિ બાર કષાય, એ બધી સર્વઘાતી પ્રકૃતિ છે. તેમનાથી ભિન્ન સંજવલન કષાય તથા નેકષાય (નવનેકષાય) એ તેર પ્રકૃતિને ચાહે પ્રદેશદય થાય, કે ચાહે વિપાકોદય થાય પણ તેમાં ક્ષયે પશમ ભાવ હોય છે, કારણ કે તે પ્રકૃતિ દેશઘાતી છે.
સત્તાવીશ (૨૭) પ્રકૃતિ પ્રયવાળી છે અને તે આ પ્રમાણે છે –
બાર (૧૨) નામકર્મની-(૧) નિર્માણ, (૨) સ્થિર, (૩) અસ્થિર, (૪) અગુરુલઘુ, (૫) શુભનામ, (૬) અશુભનામ, (૭) તેજસ, (૮) કામણ, વર્ણાદિચારવર્ણન, રસર,ગંધ૩, સ્પર્શ૪ (@ી૧૨), જ્ઞાનાવરણની ૫ (૧૩થી૧૭), અન્તરાયની ૫ (૧૮થી૨), દર્શનચતુષ્ક-ચક્ષુદર્શનલ, અચક્ષુદર્શનર, અવધિદર્શન૩, કેવળદર્શન૪ (૨૩થી૬), અને મિથ્યાત્વ (૨૭). આ પ્રમાણે તે સત્તાવીશ (૨૭) પ્રકૃતિ ધ્રુવપ્રકૃતિ છે. જ્યાં સુધી તે બધીને ક્ષય થતું નથી તેનાં પહેલાં ઉદય વ્યવચ્છિન્ન થતું નથી. એટલે કે ઉદય રહે છે જ.
શ્રી નન્દી સૂત્ર
૪૨