________________
તેમને કહ્યું, “હે મુનિ! આ ગર્ભ આપથી જ રહેલ છે. આપ તેને છોડીને અહારગામ શા માટે જઇ રહ્યા છે ? કહા, હવે મારૂ શું થશે? ” આ પ્રકારની તેની વાત સાંભળીને મુનિએ મનમાં વિચાર કર્યાં, “ આ સ્ત્રી જુ ું મેલીને જિન શાસનની તથા સચ્ચરિત્ર સાધુઓની અપકીર્તિ કરી રહી છે, તે તેનુ નિવારણુ અવશ્ય કરવું જ જોઈએ. '' એવા વિચાર કરીને તેમણે એજ સમયે તેને એવા શાપ દીધા કે આ ગર્ભ મારાથી રહેલ હોય તો પૂરા દહાડે તને પ્રસૂતિ થાય, અને જો એવું ન હેાય તો તે તારૂ પેટ ફાડીને અત્યારેજ બહાર નીકળે.” ત્યારબાદ મુનિના શાપના પ્રભાવે તેના ગર્ભ પેટ ફાડીને બહાર આવવા લાગ્યા તેથી તેને ભારે કષ્ટ થવાં લાગ્યું. ત્યારે તેણે ફરીથી તે મુનિરાજ સમક્ષ એજ રાજપુરુષાની રૂમર્ આ પ્રમાણે કહ્યું, “ મહારાજ! આપના દ્વારા આ ગર્ભ રહ્યો નથી મે આપના ઉપર ખાટુ કલ ́ક ચડાવ્યું હતું. તો હું તે માટે આપની ક્ષમા માગું છું, હવેથી કદી પણ આવું નહી કરૂં.” આ પ્રમાણે તેની વિનંતિ સાંભળીને અને તેનું અસહ્ય કષ્ટ જોઈ ને તે દયાળુ. મુનિરાજે પોતાના શાપ પાછા ખેચ્યું। અને એ રીતે ધર્મના પ્રભાવની તથા તે સ્ત્રીના પ્રાણ તથા ગર્ભની રક્ષા કરી. ॥ ૨ ॥
કુમારષ્ટાન્તઃ
શ્રી નન્દી સૂત્ર
ܕܕ
ત્રીજી કુમારષ્ટાંત-કાઈ એક રાજકુમારને મિષ્ટાન્ન વધારે પ્રિય હતું. એક દિવસ તેણે પેટ ભરીને લાડુ ખાધા. તે પચ્યાં નહી. તેથી તેને અજીર્ણ ના રાગ થયા. તેના માંમાંથી દુર્ગંધ નીકળવા લાગી. તેથી દુ:ખી થયેલ તે રાજકુમારે વિચાર કર્યાં “અશુચિ એવા આ શરીરના સ`પર્કથી આ મિષ્ટાન્ન રૂપ મનેહર વસ્તુ પણ વિકૃત થઈ ગઈ છે, તે શરીરને સુખ આપવા માટે લેાકા અનેક પ્રકારનાં પાપ કરે છે.’” આ પ્રકારના વિચાર આવતા જ તેને વૈરાગ્ય ઉત્પન્ન થયા અને તે સ`સાર, શરીર અને ભાગેાથી વિરક્ત થઈ ગયો. ॥ ૩ ॥
૩૩૪