________________
પ્રત્યક્ષ શબ્દાથઃ
પ્રત્યક્ષ શબ્દનો અર્થ શંકા–પ્રત્યક્ષ શબ્દને શું અર્થ છે ?
ઉત્તર–જે ઈન્દ્રિયની મદદ વિના કેવળ આત્માની મદદથી જ ઉત્પન્ન થાય છે તે જ્ઞાન પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષમાં પ્રતિ+ક્ષ એ બે શબ્દો છે. “અક્ષ” આ શબ્દ “વારા ચાણ” આ વ્યાત્યર્થક “ઉ” ધાતુથી બૌદિ ન પ્રત્યય કરતાં બને છે. “ જ પ્રતિ વર્તતે તત્ત પ્રત્યક્ષ' એટલે કે જે જ્ઞાન જીમાં અન્ય નિરપેક્ષ (બીજાની અપેક્ષારહિત) થઈને રહે છે તે પ્રત્યક્ષ છે, એ તેને અર્થ ફલિત થાય છે. અત્યાર કાન્તા દિલીયા” આ વાર્તિકથી અહીં બીજી વિભકિત સાથે સમાસ થયેલ છે. અવધિજ્ઞાન, મન ૫ર્યવજ્ઞાન, તથા કેવળજ્ઞાન એ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષસ્વરૂપ એ માટે કહેવાય છે કે તેઓમાં ઈન્દ્રિયાદિક બીજા પદાર્થોની સહાયતાની આવશ્યકતા રહેતી નથી, તથા તેમની મદદ વિના જ તે પિતાના વિષયભૂત પદાર્થને સ્પષ્ટરૂપે ગ્રહણ કરે છે, તેથી તેમને જીવની તરફ સાક્ષાદ્વવર્તી કહેવાયાં છે. સૂત્રમાં જે “ર” શબ્દ આવ્યું તે પ્રત્યક્ષગત અનેક ભેદે બેધક છે.
પ્રત્યક્ષ લક્ષણ
પ્રત્યક્ષ શબ્દનું લક્ષણ આ પ્રમાણે પ્રત્યક્ષ શબ્દનો અર્થ કહીને હવે પ્રત્યક્ષનું લક્ષણ સ્પષ્ટ કરવામાં આવે છે. તે આ પ્રમાણે છે –મતિજ્ઞાન અને શ્રતજ્ઞાન સિવાયનાં જે ત્રણ પ્રકારનાં જ્ઞાન છે તે પ્રત્યક્ષ છે. એટલે કે જે જ્ઞાન પ્રાણીઓનાં જ્ઞાનાવરણ અને દર્શનાવરણના ક્ષપશમ તથા ક્ષયથી ઈન્દ્રિય અને અનિન્દ્રિય નિરપેક્ષ થઈને ફકત આત્માને આશ્રિત કરીને ઉત્પન્ન થાય છે તે પ્રત્યક્ષ છે. એમ માનવું જોઈએ. આ પ્રત્યક્ષ અવધિ આદિ ત્રણ જ્ઞાન છે. એ ત્રણ સાનોને જે પ્રત્યક્ષ કહ્યાં છે તે નિશ્ચયનયની અપેક્ષાએ જ કહ્યાં છે. વ્યવહારની અપેક્ષાએ તે ચક્ષુ વગેરે પાંચ ઈન્દ્રિયોથી જન્ય જે જ્ઞાન હોય છે તે પ્રત્યક્ષ કહેવાય છે. વ્યવહારનયની અપેક્ષાએ જ્યારે ઈન્દ્રિયજન્ય જ્ઞાનને પ્રત્યક્ષ કહેવાય છે ત્યારે આ સ્થિતિમાં “અક્ષ” શબ્દ ઈન્દ્રિય અર્થને બેધક હોય છે. એનું તાત્પર્ય એ હોય છે કે જે જ્ઞાન ઇન્દ્રિયની અધીનતાથી ઉત્પન્ન થાય છે તે પ્રત્યક્ષ છે.
શ્રી નન્દી સૂત્ર