________________
શરીરને વધારે ભાર પડવાને કારણે તે પગનું નિશાન જમીનમાં વધારે ઊંડું ઉતરેલું દેખાતું હતું, અને એજ પ્રમાણે હાથનું પણ. તેથી હું એવા નિર્ણય પર આવ્યો કે તે સ્ત્રીને પ્રસવકાળ નજીક છે, અને તેના ગર્ભમાં પુત્ર છે નહીંતો જમણા હાથ અને જમણા પગનું નિશાન જમીનમાં વધારે ઊંડું ઉતરેલું ન હોઈ શકે. એ જ પ્રમાણે “વૃદ્ધાને તેના પુત્રને મેળાપ થશે એવો જે મેં નિર્ણય કર્યો તેનું કારણ આ પ્રમાણે છે-જ્યારે મેં જોયું કે પ્રશ્ન પૂછતાં જ વૃદ્ધાના માથેથી ઘડે પડીને કુટી ગયે, ત્યારે મેં એવી કલ્પના કરી કે જે રીતે તળાવના કાંઠા ઉપર ઘડામાંનું મૃત્તિકા દ્રવ્ય (માટી) મૃત્તિકાદ્રવ્યની સાથે તથા જળભાગ પાણીની સાથે મળી ગયું છે તેમ આ વૃદ્ધાને પુત્ર પણ તેને મળશે. અથવા–એ ચોકકસ છે કે જેમ આ ઘડો જેમાંથી ઉત્પન્ન થયા તેમાં મળી ગયે તથા તળાવમાંથી લીધેલું પાણી જેમ તળાવમાં મળી ગયું એજ પ્રમાણે તેને પુત્ર પણ તેને મળશે.” આ પ્રમાણે પિતાના વિનીત શિષ્યનાં વચન સાંભળીને ગુરુએ તેની ઘણી જ પ્રશંસા કરી, તથા અવિનીત શિષ્યને સમજાવતા કહ્યું “વત્સ! આમાં મારે કઈ દેષ નથી. દેષ હોય તે ફક્ત તારે જ છે કે તં વિનયાદિ ગુણોથી રહિત બનીને મેં કહેલી વાત પર કેઈ નિર્ણય જ કરતો નથી. એ વિશ્વાસ રાખ કે મેં તો તમને બનેને એક સરખું જ શિખવ્યું છે.
છે આ પહેલું નિમિત્તદષ્ટાંત સમાસ છે ૧ છે
કલ્પકમંત્રીદષ્ટાન્તઃ | લિપિશાનદ્દષ્ટાન્તઃ / ગણિતજ્ઞાનદૃષ્ટાન્તઃ / પદ્દષ્ટાન્તઃ
અર્થશાસ્ત્ર ઉપર જે કલ્પકમંત્રીનું દષ્ટાંત છે, તે વિનચિકબુદ્ધિનું બીજું દૃષ્ટાંત છે. (૨). લિપિજ્ઞાન, એ વૈયિક બુદ્ધિનું ત્રીજું દષ્ટાંત છે (૩). ગણિતજ્ઞાન, એ નચિકબુદ્ધિનું એથું દષ્ટાંત છે (૪). પાંચમું ફૂપ દષ્ટાંત આ પ્રમાણે છે
કેઈ એક માણસ ભૂમિવિજ્ઞાનમાં વિશેષ કુશળ હતો. તેણે કઈ ખેડૂતને કહ્યું કે આ ભૂમિમાં આટલી ઉંડાઈએ પાણી છે. ખેડૂતે તે વાત સાંભળતા જ ભૂમિ દવા માંડી. જેટલી ઉંડાઈએ પાણી બતાવ્યું હતું તેટલી ઉંડાઈ સુધી તેણે જમીન ખેદી નાખી પણ પાણી નીકળ્યું નહીં. ત્યારે ખેડૂતે તેને કહ્યું
ભાઈ! પાણી તો ન નીકળ્યું ત્યારે તેણે કહ્યું, “જુ ! તેની બાજુના ભાગમાં ધીમેથી લાત મારે તો પાણી નીકળશે ” એમ કરવામાં આવતા ત્યાંથી એજ સમયે પાણી નીકળ્યું છે પરે
છે આ પાંચમું કૂપદષ્ટાંત સમાપ્ત પા
શ્રી નન્દી સૂત્ર
૩૧૯