________________
ભિક્ષુકદ્દષ્ટાન્તઃ
બાવીસમું ભિક્ષુકદષ્ટાંતકેઈ એક વણિકે એક મઠાધીશ ભિક્ષુક પાસે એક હજાર સેનામહોરે અનામત તરીકે મૂકી હતી. થોડા વખત પછી જ્યારે તેણે તે તેની પાસે માગી તે ભિક્ષુકે “ હમણાં આવું છુંએમ કહીને તેને રવાના કર્યા. ફરીથી પણ તે વણિકે જ્યારે તે માગી ત્યારે ભિક્ષુકે કહ્યું, “ભાઈ ! કાલે આપી દઈશ.” આ રીતે બાના કાઢીને જ્યારે તે મઠાધીશ ભિક્ષુક તેને તેની થાપણ આપવામાં આંટા ફેરા ખવરાવવા લાગે ત્યારે તે વણિકે પોતાની બુદ્ધિથી એક યુક્તિ શોધી કાઢી તે યુક્તિ આ પ્રમાણે હતી–તે તરત જ જુગારીઓ પાસે આવ્યું અને તેમની સાથે મિત્રતા બાંધી. પછી તેમને કહ્યું “ભાઈ શું વાત કરૂં ! જુવે તે ખરા! તે મઠાધીશ ભિક્ષુકે મારી એક હજાર સોનામહારે જે તેની પાસે થાપણ રૂપે મૂકી હતી તે પચાવી પડી છે, માગવા છતાં પણ તે આપતા નથી. તો તે મેળવવાને કેઈ ઉપાય હાય તો આપ લે કે મને બતાવો.” જુગારીઓ એ પિતાના આ નવા મિત્રની વાત સાંભળીને તેને આશ્વાસન આપતા કહ્યું, “હે મિત્ર, તેની ચિન્તા શા માટે કરે છે. ગભરાશે નહીં. અમે તે બધી તમને અપાવશું. તમે એક ઉપાય કરે. અમે બધા ભગવાં વસ્ત્રધારી સાધુના વેષમાં આજે જ તે મઠાધીશ ભિક્ષુકની પાસે એક સેનાની ઈટ લઈને જઈએ છીએ, જેવાં અમે ત્યાં પહોંચી કે તરત જ તમારે પણ તેની પાસે આવી પહોંચવું. આ પ્રમાણે સકેત કરીને તે બધા ભગવાં વસ્ત્રધારી ભિક્ષકના વિષમાં જેવાં મીઠાધીશ ભિક્ષુકની પાસે પહોંચ્યા કે તરત જ તે પણ તેની પાસે જવાને માટે નીકળ્યો. તે ભગવાં વસ્ત્રધારી ભિક્ષુકોએ તે મીઠાધીશ ભિક્ષકને કહ્યું, “મહારાજ ! અમે તીર્થયાત્રા કરવા જઈએ છીએ, અમારી પાસે સેનાની આ ઈટ છે. સાંભળ્યું છે કે આપ ઘણું વિશ્વાસપાત્ર છે. તેથી અમે આ સોનાની ઇટ તમારી પાસે મૂકવા માટે આવ્યા છીએ.” તેઓ આ પ્રમાણે કહેતા હતા એવામાં તે વણિક પણ ત્યાં આવી પહોંચ્યા. આવતાં જ કહેવા લાગ્યો, “મહારાજ! આપની પાસે મેં જે એક હજાર સોનામહોરો મૂકી છે તે મને પાછી
શ્રી નન્દી સૂત્ર
૩૦૮