________________
નાણકદ્દષ્ટાન્તઃ
એકવીસમું જ્ઞાળા દષ્ટાંતકેઈ એક વણિક કઈ એક શેઠને ત્યાં સોનામહોરોથી ભરેલી એક થેલી મૂકીને પરદેશ ઉપડયે. શેઠે તેમાંથી ઉત્તમ સેનાની મહેરે કાઢી લઈને તેમાં એટલી જ પણ ઓછી કીમતની બીજી મહારે ભરી દીધી, અને થેલીને સીવીને મૂકી દીધી. એક દિવસ તે વણિક પરદેશથી પાછા ફર્યો. શેઠની પાસે આવીને તેણે પિતાની થેલી માગી. શેઠે લાવીને તેને તેની થેલી આપી દીધી. તેણે ઓળખીને તે લઈ લીધી, લઈને જ્યારે તે ઘેર આવ્યા અને તેને ખોલીને જોઈ તે તેને ખબર પડી કે આમાં આ જે સોનામહોર ભરેલી છે તે મારી નથી. આ તે તેની જગ્યાએ બેટી મહેર ભરેલી છે. હવે તે તેને લઈને શેઠની પાસે પાછો ફર્યો અને કહ્યું “હે શેઠ! તમે જે થેલી મને આપી છે તેમાં મારી મહારે નથી.” વણિકની આ વાતથી સાવચેત બનીને શેઠે કહ્યું-“ભાઈ! તમે જે થેલી મને સાચવવા આપી હતી એજ થેલી તમે માગી ત્યારે લાવીને મેં તમને આપી છે, હવે હું કેવી રીતે માનું કે તે તમારી થેલી નથી? તમે તે લેતી વખતે બરાબર જોઈ લીધું હતું કે તે થેલી તમારી જ છે. હવે આ પ્રમાણે કેમ કહો છો ? ”શેઠને આ પ્રકારના વ્યવહારથી અસંતુષ્ટ થઈને વણિકે કચેરીમાં તેની સામે ફરિયાદ દાખલ કરી. ન્યાયાધીશે બન્ને પક્ષની હકીક્ત સાંભળી. પછી પિતાની બુદ્ધિથી ઉપાય શોધીને તેણે વણિકને પૂછયું” તમે કયા દિવસે તે શેઠને ત્યાં તમારી થેલી મૂકી હતી ?” ન્યાયાધીશને તે પ્રશ્ન સાંભળીને થેલીવાળા વણિકે જે વર્ષના જે દિવસે તે થેલી શેઠને ત્યાં મૂકી હતી તે બધી વિગત બરાબર કહી. વણિકની વાત સાંભળીને ન્યાયાધીશે તે ખોટી સેના મહેરેમાં તેમના નિર્માણને સમય વાંચે તે તેને ખબર પડી કે “થાપણ મૂકયા પછીને સમયે જ એ ટી સેના મહેર બનેલી છે” એમ સમજીને તેમણે ફરીથી શેઠને કહ્યું-“હે શેઠ! આ સેનામહેરો તેની નથી, કારણ કે તમારે ત્યાં તેની થાપણું મૂક્યા પછી સમયે તે બનેલ છે. તેથી તે વાત ચિકકસ થાય છે કે તમે તેની સેનામહોરો લઈ લીધી છે, તે તમે તે તેને આપી દો.” શેઠે ન્યાયાધીશે આપેલા ચુકાદા પ્રમાણે તેની બધી સોનામહોર તેને સેંપી દીધી. ૨૫
છે આ એકવીસમું નાણક દષ્ટાંત સમાસ પરના
શ્રી નન્દી સૂત્ર
૩૦૭