________________
ત્યાં રહેતા રહેતા તેને ઘણો સમય વ્યતીત થઈ ગયે. જ્યારે તેત્યાંથી પાછો ફર્યો ત્યારે તેણે પુરોહિતને કહ્યું-“મેં તમારે ત્યાં જે થાપણ મૂકી છે તે હવે મને પાછી આપે.” તે સાંભળતા જ પુરોહિતે કહ્યું, “તમે કેણ છે ? અને કેવી તમારી થાપણ છે? હું તે તે બાબતમાં કઈ જ જાણતું નથી.” પુરોહિતની એ વાતથી બિચારા દરિદ્રના મનમાં ચિન્તા થઈ અને તે મુંજવણમાં પડયો. બીજે દિવસે
જ્યારે રાજમંત્રી ત્યાંથી જતાં હતાં ત્યારે તે દરિદ્ર તેમને જોયા અને તેમને જેતા જ તેમની પાસે જઈને કહ્યું“મહારાજમે એક હજાર રૂપિયા પુરોહિ. તજી પાસે થાપણ રૂપે મૂક્યા હતા. હવે તેઓ મને તે આપતા નથી, આપ તે મને અપાવે તે આપની મેટી મહેરબાની. મારા જેવાં ગરીબ ઉપર મોટે ઉપકાર કર્યો ગણાશે.” દરિદ્રની એવી વાત સાંભળીને મંત્રીને તેના પર દયા આવી. જ્યારે મંત્રીએ બધી વિગત બરાબર સમજી લીધી ત્યારે તેણે રાજા પાસે જઈને આખો વૃત્તાન્ત કહી દીધું. રાજાએ એજ વખતે પુરોહિતને બેલા અને કહ્યું, “ તમારી પાસે જે દરિદ્રની થાપણ પડેલ છે તે તેને પાછી સોંપે.” રાજાની વાત સાંભળતા જ પુરેાહિતે કહ્યું-“મહારાજ! મારે ત્યાં તે તેણે મૂકેલી કઈ થાપણ નથી. હું શું આપું?” પુરોહિતની એવી વાત સાંભળીને રાજા ચુપ થઈ ગયે, પુરોહિત ત્યાંથી ઉઠીને પિતાને ઘેર ચાલ્યો ગયો. હવે રાજાએ તે દરિદ્રને બેલાવીને પૂછયું અને કહ્યું, “તું સાચે સાચું કહે, કેની પાસે તે થાપણ મૂકી છે?ત્યારે તેણે જે સમયે, જ્યાં, જેની સમક્ષ થાપણ મૂકી હતી તે બધી વિગત રાજાને સ્પષ્ટ કહી દીધી. હવે રાજાએ તેને નિર્ણય કરવાને માટે પિતાની બુદ્ધિથી એક યુક્તિ શોધી જે આ પ્રમાણે હતી-એક દિવસ રાજાએ પુરોહિતને બોલાવીને કહ્યું-“પુરોહિતજી ! ચાલે, આજે આપણે કઈ રમત રમીએ. એવું જ બન્યું. તે બનને કેઈ ખાસ રમત રમવા લાગ્યા. રમતા રમતા તે બન્નેએ પિતાની અંગૂઠીઓ બદલી લીધી. રાજાએ પિતાની અંગૂઠી પુહિને પહેરાવી દીધી, અને પુરોહિતની અંગૂઠી પિતે પહેરી લીધી. “આમ કેમ કર્યું?” તે વાત પુરોહિતના ધ્યાનમાં આવી નહીં. રાજાએ પુરહિતની અંગૂઠી કઈ રાજપુરુષના હાથમાં આપીને કહ્યું-“જાઓ, પુરોહિતજીને ઘેર જઈને તેમની પત્નીને આ પ્રમાણે કહેજે-“મને પુરોહિતજીએ મોકલ્યો છે. વિશ્વાસ ન આવે તે જ, એમના નામની આ મુદ્રિકા છે, અને કહેવરાવ્યું છે કે તે દિવસે, તે સમયે મેં જે થાપણની થેલી તમારી રૂબરૂ અમુક સ્થાન મૂકી છે તે આને તરત જ આપી દેશે.” રાજપુરુષ પુરોહિતને ઘેર જઈને તેમની પત્નીને એ પ્રમાણે કહ્યું–તેમની ધર્મપત્નીએ પણ “આ માણસને પિતાની મુદ્રિકા આપીને પુરોહિતજીએ જ મારી પાસે મોકલ્યો છે ” એ સંપૂર્ણ વિશ્વાસ તે મુદ્રિકાને જોઈને મૂક્યો અને જે થાપણની થેલી પુરોહિતજીએ તેની રૂબરૂમાં જ્યાં મૂકી હતી ત્યાંથી લઈને તે રાજપુરુષને આપી દીધી.
શ્રી નન્દી સૂત્ર
૩૦૫