________________
બિચારી સ્ત્રીઓ પર મુશ્કેલી આવી પડતી. તેઓ સામે કાંઠે રહેતા પિતાના સગાં-સંબંધીઓને મળવા જઈ શકતી નહીં; છતાં પણ તેઓ જ્યારે પિતપિતાના ધંધાને માટે બહાર જતાં ત્યારે તે સ્ત્રીઓ પોત-પોતાના સંબંધીઓને
ત્યાં આવતી-જતી રહેતી. હવે એક દિવસ એવું બન્યું કે કઈ માછણે બીજા કાંઠેથી પિતાના ઘરની પાસેની વૃક્ષકુંજમાં એક મધપૂડો લાગે છે. બીજે દિવસે જ તેના પતિને મધની જરૂર પડી, તેથી તે મધ લેવા માટે બહાર જવા લાગ્યું. ત્યારે તેની પત્નીએ તેને બહાર જતો રોકીને કહ્યું-“મધ લેવા માટે બહાર જશે મા. તમારા ઘરની પાસે જ મધપૂડો લાગેલો છે, ચાલે તે હું તમને બતાવું.” આમ કહીને તે મધપૂડે બતાવવા માટે પતિની સાથે ગઈ, પણ ત્યાં તેને મધપૂડો દેખાય નહીં. તેણે આશ્ચર્ય સાથે પિતાના પતિને કહ્યું—“અહીં તે મધપૂડો દેખાતો નથી, પણ પેલા કિનારેથી તે સ્પષ્ટ દેખાય છે, તે ચાલે ત્યાંથી બતાવું.” પત્નીની એવી વાત સાંભળીને તે તે કિનારા પર તેની સાથે ગયો. જે ઘરમાં તેને આવવા-જવાની મનાઈ કરી હતી, એજ ઘરની પાસે ઉભી રહીને તે તેના પતિને મધપૂડો બતાવવા લાગી ત્યારે પતિએ પિતાની બુદ્ધિથી સમજી લીધું કે આ મેં જ્યાં જવાની મનાઈ કરી છે તે ઘેર દરરોજ આવે જાય છે. જે ૧૮ છે
આ અગીયારમું મધપૂડાનું દષ્ટાંત સમાપ્ત ૧૮
મુદ્રિકાષ્ટાન્તઃ
ઓગણીસમું મુદ્રિા દષ્ટાંતએક નગરમાં સત્યવાદી નામને કોઈ એક પુરોહિત રહેતો હતો. તેના ઉપર લોકોને એ વિશ્વાસ બેસી ગયો હતો કે મુદત પ્રસાર થઈ જવા છતાં પણ તે કેઈની અનામત (થાપણ) પચાવી પાડતું નથી. એક વખત કોઈ દરિદ્ર માણસ તેની પાસે પોતાની અમુક થાપણ મૂકીને પરદેશ ગયો.
શ્રી નન્દી સૂત્ર
૩૦૪