________________
પહેલાં ખેતરના માલિકને પૂછયું, “ગયા બાર વર્ષોમાં દરેક વર્ષ જેટલું અનાજ આ ખેતરમાં પાકયું હોય તે બધાને નામ વાર મને હિસાબ સમજાવો.” આ પ્રમાણે ન્યાયાધીશનું કથન સાંભળીને ખેતરના સાચા માલિકે બાર વર્ષમાં જે જે અનાજ જેટલું જેટલું પાડયું હતું તે બધાના નામનો ઉલ્લેખ સાથે તેનો હિસાબ સમજાવી દીધું. પછી એકાન્તમાં ધૂતને પણ એ જ વાત પૂછવામાં એવી, તે તેણે પહેલા ખેડૂતના કથન કરતાં પિતાનું વિપરિત મંતવ્ય બતાવ્યું. આ પ્રમાણે તે બનેની જુદી જુદી વાત સાંભળીને ન્યાયાધીશે ફરીથી તેમને કહ્યું, “ભાઈઓ! તમે પોતપોતાની સાબીતિઓ રજુ કરો.” ક્ષેત્રપતિએ તરત જ ઘરે જઈને પ્રત્યેક વર્ષના પાકનું પ્રમાણપત્ર લાવીને ન્યાયાધીશ આગળ રજુ કર્યું. પણ ધૂર્ત તેમ કરવાને અસમર્થ નિવડશે. પછી ન્યાયાધીશે તે ખેતર ખેતરના સાચા માલિકને અપાવ્યું અને ધૂતને શિક્ષા કરી છે ૧૬ છે
આ સેળયું પતિદષ્ટાંત સમાસ છે ૧૬ |
પુત્રષ્ટાન્તઃ
સત્તરમું પુત્રદષ્ટાંતકઈ એક વણિકને બે પત્ની હતી. તેમાંની એકને એક પુત્ર હતો બીજીને કંઈ સંતાન ન હતું. જેને સંતાન ન હતું તે સ્ત્રી પિતાની શકયના પુત્રનું ઘણું પ્રેમથી લાલન પાલન કરતી હતી, તેથી તે બાળકને તે ખબર પણ ન હતી કે તે તેની માતા છે કે અપરમાતા. એક દિવસ તે શેઠ બને પત્નીઓ તથા બાળકને લઈને પરદેશ ગયે, પણ દુર્ભાગ્યે તે ત્યાં પહોંચતા જ મરણ પા. તેનું મૃત્યુ થતાં જ તે બન્ને સ્ત્રીઓ વચ્ચે તે બાળકની બાબતમાં ઝગડો ઉભો થયો. એકે કહ્યું-આ મારે પુત્ર છે માટે ઘરની માલિક હું છું. બીજી સ્ત્રીએ કહ્યું-આ તે મારે પુત્ર છે. તેથી હું જ ઘરની માલિક છું. આ રીતે બને વચ્ચે ઝગડો વધતાં તે બન્ને ન્યાયાલયમાં પહોંચી. રાજમંત્રીએ પોતાની બુદ્ધિથી
શ્રી નન્દી સૂત્ર
૩૦૨