________________
સ્ત્રીષ્ટાન્તઃ
પંદરમું સ્ત્રી દષ્ટાંતમૂળદેવ નામને એક માણસ હતો. તેને કંડરીક નામનો મિત્ર હતા. તેઓ બને કેઈ સ્થળે જતાં હતાં. જે માગે તેઓ જતાં હતાં એ જ માર્ગ ઉપરથી કઈ બીજે માણસ પોતાની પત્નીને સાથે લઈને તેમના તરફ આવતું હતું. કંડરીકે જેવી તેની પત્નીને જોઈ કે તે તેના પર મોહિત થઈ ગયે. તેણે મૂળદેવને કહ્યું, “ભાઈ! જે મને આ સ્ત્રી મળશે તો જ હું જીવી શકીશ, નહીં તો જીવી શકીશ નહીં કંડરીકની એવી વાત સાંભળીને મૂળદેવે તેને કહ્યું, “ઉતાવળ કરે મા ધીરે ધીરે હું તારી મરથ પૂરે કરીશ.” આમ કહીને તેણે તેને આશ્વાસન આપ્યું. હવે તેઓ અને તેમની નજરે ન પડે એટલે દૂર ચાલ્યા ગયા. ત્યાર બાદ મૂળદેવે કંડરીકને સ્ત્રીને પોષાક પહેરાવીને એક વન નિકુંજમાં બેસાડી દીધો અને પોતે રસ્તા પર આવીને બેસી ગયે. ચાલતાં ચાલતાં પેલે પુરુષ પણ પત્નીની સાથે ત્યાં આવી પહોંચ્યો. મૂળદેવે તેને કહ્યું “આ વન નિકુંજમાં મારી પત્ની બેઠી છે, તેને પ્રસવકાળ તદ્દન નજદીક આવ્યો છે. તે આપ કૃપા કરીને તેની પાસે એક ક્ષણ માત્રને માટે તમારી પત્નીને જવાની આજ્ઞા આપ.” મૂળદેવની આવી કરુણાજનક વાત સાંભળીને તેણે પોતાની પત્નીને ત્યાં જવાની આજ્ઞા કરી. તે પતિની આજ્ઞા થતાં કંડરીક પાસે ચાલી આવી. પણ જ્યારે તેણે સ્ત્રીના વેષમાં છૂપાયેલ પુરુષને જે ત્યારે તે પિતાના શિયળની રક્ષા કરતી કેઈ પણ રીતે પોતાના પતિ પાસે પાછી ફરી છે
છે આ પંદરમું સ્ત્રી દષ્ટાન્ત સમાસ છે ૧૫
પતિદ્દષ્ટાન્તઃ
સોળમું પતિદેષ્ટાન્તકોઈ એક ખેતરને માલીક એક ખેડૂત હતા. તે કમજોર હતા. તેને કમજોર જોઈને કેઈ બીજા ધૂત ખેડૂતે તેને કહ્યું, “ભાઈ ! આ ખેતરના માલીક તમે નથી, હું છું, કારણ કે મારા સિવાય અહીં બીજે કઈ ખેતરને માલિક ન હાઈ શકે.” આ રીતે આ ખેતર બાબતમાં તે બન્ને વચ્ચે વિવાદ થયો. આપસ આપસમાં તેને કેઈ નિવેડો ન આવતાં તેઓ કચેરીમાં પહોંચ્યા. કચેરીમાં તેમણે પિતપતાની હકીકત રજુ કરી, ન્યાયાધીશે ઘણું ધ્યાનપૂર્વક તે બનેની વાત સાંભળી. છેવટે તેમણે તે દરેકને અલગ અલગ એકાન્તમાં લઈ જઈને પૂછયું
શ્રી નન્દી સૂત્ર
૩૦૧