________________
ઔત્પત્તિબુદ્ધવચનાન્તરેણ દૃષ્ટાન્તઃ | ભરતશિલાપણિતતિદ્દષ્ટાન્તદ્વયમ્
ત્પત્તિકી બુદ્ધિના વિષયમાં બીજી વાચનાઓ પ્રમાણે આ પ્રકારનાં દષ્ટાંત છે-“મર દુનિસ્ટ પાર 9» ઈત્યાદિ
તેમાં ભરતશિલા નામનું પહેલું ઉદાહરણ જે રીતે પાછળ લખેલ છે તે પ્રમાણે જ સમજી લેવાનું છે (૧). Tળત દષ્ટાંત આ પ્રમાણે છે
કેઈ એક ગામડાને ખેડૂત ઘણાં ચિભડાં લઈને વેચવાને માટે નગરના દરવાજા પાસે આવ્યો. તે જોઈને નગરના એક ધૂતારાએ તેને કહ્યું “શું એક માણસ તારાં આ ચિભાડાંઓને ખાઈ શકતે નથી?” ખેડૂતે કહ્યું, “હા, નથી ખાઈ શકતો.” નગરના ધૂતારાએ કહ્યું, જે ખાઈ જાય તો?” ખેડૂતે કહ્યું
એમ કરવાને સમર્થ વ્યક્તિ કેણ છે?નાગરીક ધૂતારે કહ્યું, “હું પોતે જ છું. જો હું આ બધાં ચિભડાં ખાઈ જઉં તે મને શું ઈનામ આપીશ ?” ધૂતારાની આ વાતને અસંભવિત માનીને ગામડીયાએ કહ્યું, “જો તમે ખાઈ જાઓ તે તમને હું ઇનામમાં એવડે માટે લાડુ આપીશ જે આ દરવાજામાં પેસી શકશે નહીં.” આ રીતે તે બન્નેએ કઈ એક વ્યક્તિને પોત પોતાની પ્રતિજ્ઞાને સાક્ષી બનાવ્યું. હવે તે ધૂતારાએ તે ખેડૂતના બધાં ચિભડાને ચેડાં ડાં ખાઈને એંઠાં કરી નાખ્યાં. અને એક તરફ મુકી દીધાં. તે કહેવા લાગ્યું,
જે ખેડૂત ! મેં તારાં બધાં ચિભડાં ખાઈ લીધાં. તેથી તું તારી શરત પ્રમાણે ને લાડુ મને આપ.” ગામડીયાએ કહ્યું “શા માટે આપું? તમે બધાં ચિભડાં ખાધાં નથી. ખાધા પછી તે લાડું આપવાની શરત છે ” ધૂતારાએ કહ્યું, “વાહ! ભાઈ વાહ! કેણું કહે છે કે મેં તારાં બધાં ચિભડાં ખાધાં નથી? તને
શ્રી નન્દી સૂત્ર
૨૮૭