________________
માંડ પણ તે જાગે નહીં. એવામાં રાજાએ સૂતેલા એવા તેના શરીર પર કાંસકીનાં દાંતાઓને સ્પર્શ કરાવ્યું તે નિદ્રા રહિત થઈ ગયે પણ ત્યાંને ત્યાં પડી રહ્યો, એટલે રાજાએ તેને ફરીથી પૂછયું, “હક ! તું જાગે છે કે ઉઘે છે?” રેહકે જવાબ આપ્યો, “મહારાજ! જાણું છું.” રાજાએ પૂછ્યું, “શે વિચાર કરે છે?” રાજાને આ પ્રશ્ન સાંભળીને રહકે કહ્યું, “શું કહું?” રાજાએ કહ્યું, “કંઈક તે કહે ” રેહકે કહ્યું “જે કહીશ તો તમે નારાજ થશે.” રાજા એ કહ્યું “કહે, નારાજ નહીં થાઉં. ” રોહકે કહ્યું, “સાંભળે, અત્યારે હું તે વિચાર કરી રહ્યો છું કે આપના પિતા કેટલા છે?” રાજાને હિકના આ વિચાર પર થોડી શરમ જેવું તો લાગ્યું પણ તેણે તે તેની પાસે પ્રગટ થવા દીધી નહીં. થોડીવાર મૌન રહીને રાજાએ રેહકને પૂછયું “મારે કેટલા પિતા છે?” હકે કહ્યું “આપના પાંચ પિતા છે.” રાજાએ પૂછ્યું “તેઓ કેણ કોણ છે તે બતાવ.” રેહકે કહ્યું “સાંભળે, એક આપના પિતા વૈશવણ છે, કારણ કે આપનામાં વૈશ્રવણ જેવી દાન શક્તિનાં દર્શન થાય છે,(૧) આપને બીજે પિતા ચાંડાલ છે કારણ કે શત્રુસમૂહ પ્રત્યે આપનામાં ચાંડાલ જેવા ક્રોધ નજરે પડે છે. (૨) આપને ત્રીજો પિતા બેબી છે કારણ કે જેમ ધબી અને પછાડી પછાડીને તેને મેલ દૂર કરે છે તેમ આપ પણ અપરાધીને પછાડી પછાડીને તેના સર્વસ્વરૂપ મેલનું હરણ કરે છે. (૩) આપને એ પિતા વીંછી છે, જેમ વીંછી સૂતેલી વ્યક્તિને નિર્દય થઈને ડંખ દઈને વ્યથિત નરે છે તેમ આપે પણ સૂતેલા એવા મનેબાળકને કાંસકી ભેંકીને વ્યથિત કર્યો છે. (૪) આપના પાંચમા પિતા તે છે કે જેમણે આપને જન્મ આપ્યો છે, કારણ કે તેમના પ્રમાણે આપ આપની પ્રજાનું ન્યાય, નીતિપૂર્વક પાલન કરી રહ્યા છે.” (૫) આ વાત સાંભળીને રાજા ચૂપ થઈ ગયો અને જિન સ્મરણ પૂર્વક સમસ્ત પ્રાતઃકર્મ પૂરા કરીને પોતાની માતાની પાસે ચાલ્યા ગયા. ત્યાં પહોંચીને માતાને નમન કર્યું
શ્રી નન્દી સૂત્ર
૨૮૫