________________
મકે. ધીરે ધીરે તે કાંકરાઓ પર પાણીના ટીપાં છાંટતા રહે. આ રીતે ઘણી સરસ ખીર બનીને તૈયાર થશે. હકની આ યુક્તિ સાથે સમ્મત થઈને બધાએ તે પ્રમાણે કર્યું. ઘણી જ સરસ ખીર રંધાઈને તૈયાર થઈ ગઈ. લોકેએ જઈને તે ખીર રાજાને આપી. રાજાએ તે ખીર જોઈને ઘણી પ્રસન્નતા દર્શાવી.
|આ નવમું પાસ દષ્ટાંત સમાપ્ત
અજાણાન્તઃ
દસમું દષ્ટાંતકેટલાક દિવસ પછી રાજા જ્યારે આ પ્રકારની રોહકની બુદ્ધિની તીવ્ર તાથી પરિચિત થઈ ગયો ત્યારે તેણે તેને પોતાની પાસે બેલાવવાને માટે ખબર મોકલ્યા, અને સાથે એ પણ કહેવરાવ્યું કે “જે બાળક રહકે મારી બધી આજ્ઞા પૂર્ણ કરી તે બાળક રેહકે અમારી પાસે આ રીતે આવવું જ્યારે (૧) ન શુકલપક્ષ હોય, ન કૃષ્ણપક્ષ હેય, (૨) ન રાત્રી હોય ન દિવસ હોય, (૩) ન તડકે હોય ન છાંયડો હોય, (૪) છત્રસહિત ન હોય તેમ છત્રરહિત પણ ન હોય, વળી એનું પણ પૂરૂં ધ્યાન રાખવું કે તે આગમન (૫) વાહન વડે ન થાય, પગપાળા ન થાય, (૬) માર્ગથી ન હોય અને અમાગથી પણ ન હોય. તથા (૭) સ્નાન કરીને પણ ન આવે, સ્નાન કર્યા વિના પણ ન આવે, (૮) ખાલી હાથે ન હોય, ભર્યા હાથે પણ ન હોય.” જ્યારે રેહકે પિતાને ત્યાં જવા માટેની આ નિયમથી યુક્ત રાજાની આજ્ઞા સાંભળી ત્યારે તે ઘણે ખુશ થયે. ત્યારે જ તેણે કંઠ સુધી પિતાનું શરીર ધોઈ નાખ્યું અને ઘેટા પર બેસીને પંગદંડીવાળા માગે તે રાજાની પાસે જવા ઉપડે. ચાલતી વખતે સંધ્યાકાળ હતા, અમાવાસ્યા અને પ્રતિપાદાને સંગમ હતું, તેણે હાથમાં માટીનું એક ઢેકું રાખ્યું હતું. જે તે રાજાની પાસે પહોંચ્યું કે તરત જ
(૧)રાજાએ તેને પૂછયું, “રેહક ! કહે કે તું શુકલ પક્ષમાં આવ્યો છે કે કૃષ્ણ
શ્રી નન્દી સૂત્ર
૨૮૧