________________
લાગ્યા. હવે રાહકે એવા વિચાર કર્યો કે કદાચ આ અપરમાતા આગળના વિરાધને કારણે મને વિષ આદિ આપીને મારી નાખશે. તેથી તે એ વિચારથી પ્રેરાઈને પેાતાના પિતા ભરતની સાથે જ ભાજન કરવા જવા લાગ્યા, એકલે નહીં.
66
એક દિવસે તેના પિતાને કાઇ કાર્ય માટે ઉજ્જયની જવાનું થયું, તે રાહક પણ તેની સાથે ગયા. દૈવનગરી જેવી ઉજ્જયિની નગરીને જોઇને રાહકના મનમાં ભારે નવાઈ થઈ. જ્યારે ત્યાંથી ઉપડયા ત્યારે પિતા ઉપડતી વખતે પેાતાની કેાઈ વસ્તુ નગરીમાં ભૂલી આવ્યા હતા તેથી તે રાહકને સિપ્રા નદીને કિનારે બેસાડીને, તેને લાવવા માટે નગરીમાં પાછા ફર્યાં. રાહકે ત્યાં કાંઠા પર રેતીની મદદથી આખી ઉજ્જયિની નગરીનું ચિત્ર દોર્યું, એવામાં ત્યાંના રાજા ઘેાડેસ્વાર થઇને એકલા જ તે રસ્તેથી નીકળ્યેા. પેાતે ચિત્રલ તે રેતીની નગરીના મધ્ય ભાગમાંથી નીકળીને જતા હતા તે રાજાને જોઇને રાહકે કહ્યુ, “ હે રાજન્ ! આ માર્ગેથી આપ જશે નહીં. ” રાજાએ ન જવાનું કારણ જેવું રાહકને પૂછ્યું કે તેણે કહ્યું “શું આપ જોતા નથી કે અહીં મે બનાવેલ આ રાજભવન છે જે આપના ચાલવાથી બગડશે. '' રાજાએ તેની વાત માની લીધી અને ભારે કૌતુક સાથે તેના વડે ચિત્રિત રાજનગરીને જોઇને પૂછ્યું, બાળક ! તે પહેલાં કદી આ નગરી જોઈ છે?' રાજાની વાત સાંભળીને રાહકે જવાબ આપ્યા, “ મહારાજ ! આ અગાઉ મેં કદી પણ આ નગરી જોઈ નથી. હું તે આજે જ ગામડેથી અહીં આવ્યા . ' રાહકની વાતથી ખુશી થઇને રાજાએ વિચાર કર્યો કે “ અહા! આ ખાળકની પ્રજ્ઞા કેટલી અધી વિશાળ છે! ઠીક, હવે તેનું નામઠામ તે પૂછું. ” રાજાએ કહ્યું. હું બાળક ! તારૂં નામ શું છે ? તું કયાં રહે છે?' બાળકે જવામ આપ્યા, “ મારૂં નામ રાહક છે અને આપની આ નગરી પાસેના નટેના ગામમાં હું રહું છું. ” એટલામાં જ રાહુકના પિતા પણ ઉજ્જિયની જઇને ત્યાં પાછાં આવી ગયાં અને પેાતાના પુત્ર રાહકની સાથે પેાતાના ગામ તરફ ઉપડયાં. રાજા પણ ત્યાંથી ચાલ્યા ગયા. પાતાના સ્થાને જઇને રાજાએ વિચાર કર્યા’ મારા ચારસેા નવાણું (૪૯) મંત્રી છે. આ વિશાળ મંત્રીમંડળમાં એક એવા મહાપ્રજ્ઞાશાળી મંત્રી અવશ્ય હેાવે જોઇએ કે જે આ રાજયની અનાયાસ વૃદ્ધિ કરવામાં સહાયક થાય. સામાન્ય રીતે આ વાતને બધા માન્ય કરે છે કે રાજા પાસે ભલે સેનાદિ ખળ ન્યૂન હાય પણ જો તે બુદ્ધિબળથી યુક્ત હોય તા શત્રુ તેને કદી પણ પરાજિત કરી શકતા નથી. ’ આ વિચારથી પ્રેરાઇને રાજાએ રાહકની બુદ્ધિની કસોટી કરવાના પ્રયત્ન શરૂ કર્યાં. રાજાએ એક દિવસ નટગ્રામવાસીઓના આગેવાનાને મેલાવીને કહ્યું “ આપના ગામ બહાર એક ઘણી જ માટી શિલા છે. તે તમે બધા તેને ઉખાડયા વિના એક મોટા રાજમંડપ ત્યાં તૈયાર કરી, ' રાજાની તે આજ્ઞા સાંભળીને તે બધા લેાકેા ચિન્વિત થઈને
શ્રી નન્દી સૂત્ર
૨૭૨