________________
તેણે રેહકને કહ્યું, “બેટા ! એવું તે શું કર્યું છે કે તારા પિતા મારા તરફ અપ્રસન્ન રહે છે?” રોહકે જવાબ આપ્યો, “તેં જે કર્યું છે તેનું ફળ હવે તું ભેગવ. કારણ કે તું મારા પ્રત્યે અગ્ય વ્યવહાર કરે છે.” રેહકની વાત સાંભળીને અપરમાતાએ કહ્યું, “બેટા ! જે થયું તે થયું, હવે આગળ એવું નહીં બને, હું તારું કંઈ પણ રીતે અનિષ્ટ નહીં કરું, અને હવેથી તારી વિરૂદ્ધ ચાલીશ નહીં.” અપરમાતાના મંતવ્ય સાથે સહમત થઈને રહકે તેને કહ્યું, “ઘણું સરસ, હવે હું એ પ્રયત્ન કરીશ કે જેથી મારા પિતાને તારી પર પૂર્વવત્ પ્રેમ થઈ જાય.”
હવે એક સમયની વાત છે. રેહક ચાંદની રાત્રે પિતાની સાથે બેઠો હતું ત્યારે તેમની પાસે બીજું કઈ ન હતું. સહસા બાલસુલભ ચપળતાથી તે ચાંદનીના પ્રકાશમાં પોતાનો પડછાયો જોઈને તેણે આંગળીના ઈશારાથી પિતાને કહ્યું, “પિતાજી ! જુઓ, આ તે પુરુષ જઈ રહ્યો છે. પિતાના પુત્ર રોહકની આ વાત સાંભળીને ભરતે સહસા ઘરમાં પરપુરુષના પ્રવેશની આશંકાથી તેને મારવાને માટે પિતાની તલવાર મ્યાનમાંથી બહાર કાઢી, અને આવેગપૂર્વક દેડતે કહેવા લાગ્યું, “બેટા! બતાવ, તે પુરૂષ ક્યાં છે?” રોહકે પિતાનું આ સાહસ જોઈને તેમની પાસે જઈને પોતાને પડછા બતાવીને કહ્યું, “પિતાજી જુઓ, આ રહ્યો તે પુરૂષ! ” ભરતે રેહકની તે બાલચિત લીલા જોઈને આશ્ચર્ય સાથે પૂછયું, “શું તે જે પુરૂષને વિષે પહેલાં મને કહ્યું હતું તે પણ આ જ હતો?” “હા, એ જ હતો.” આ પ્રમાણે હકને જવાબ સાંભળીને ભરતે વિચાર કર્યો, ધિકાર છે મને મૂર્ખને નકામી મેં બાળકની વાત સાચી માનીને મારી નિર્દોષ પત્નીને દોષિત માનીને તેને દુઃખ પહોંચાડયું.” આ રીતે પિતાની પત્નીને નિર્દોષ માનીને હવે ભારત પહેલાંની જેમ તેની સાથે પ્રેમમય વતન રાખવા
શ્રી નન્દી સૂત્ર
૨૭૧