________________
દ્વાદશાંગસ્ય ધૃવત્વાદિ પ્રતિપાદનમ્
હવે આ દ્વાદશાંગરૂપ ગણિપિટકની શૈકાલિક સત્તાનું સૂત્રકાર બતાવે છે“ ચં દુવા સંજ” ઈત્યાદિ
આ દ્વાદશાંગરૂપ ગણિપિટક કેઈ પણ સમયે ન હતું એવી વાત નથી, કારણ કે તે અનાદિ છે. અને અનાદિ હોવાથી એ કઈ પણ સમય ન હતું કે જ્યારે તેનું અસ્તિત્વ ન હોય. તથા વર્તમાનમાં પણ એ કઈ સમય નથી કે જે સમયે તેનું અસ્તિત્વ ન હોય, તથા ભવિષ્યકાળમાં પણ એવા કેઈસમય નહીં આવે કે જ્યારે તેનું અસ્તિત્વ નહીં હૈય, ભાવાર્થ એ છે કે આ દ્વાદશાંગરૂપ ગણિપિટક ભૂતકાળમાં હતું, વર્તમાનકાળમાં છે, અને ભવિષ્યકાળમાં પણું રહેશે, એજ વાત “અમૂર, મારિ = મવતિ =” આ ક્રિયાપદે દ્વારા દર્શાવવામાં આવી છે, તેથી દ્વાદશાંગરૂપ ગણિપિટક ત્રણે કાળમાં રહેવાને કારણે (૧) ધ્રુવ-સ્થિર, (૨) નિયત-નિશ્ચિત, (૩) શાશ્વત, (૪) અક્ષય-ક્ષય રહિત, (૫) અવ્યય, (૬) અવસ્થિત અને (૭) નિત્ય માનવામાં આવ્યું છે. એ પ્રવ આદિ શબ્દ હેતુ હેતુમભાવથી અહીં વ્યાખ્યાત થયાં છે. આ દ્વાદશાંગરૂપ ગણિત પિટકને સુમેરુ પર્વત આદિના જેવું ધ્રુવ કહેલ છે (૧). પંચાસ્તિકામાં જેમ લોકવચન નિશ્ચિત છે એજ રીતે પ્રવ હોવાને કારણે આ દ્વાદશાંગ પણ નિયતરૂપ વાળું મનાયું છે (૨). સમય, આવલિકા આદિમાં જેમ કાળ વ્યવહાર શાશ્વત મનાય છે એજ પ્રકારે તે પણ નિયત લેવાથી શાશ્વત મનાયું છે (૩). હજારે વાચનાઓ આદિ દેવા છતાં પણ તેને કદી ક્ષય થતો નથી, જેમ ગંગા, સિંધુ આદિપ પ્રવાહ નીકળતે રહેવા છતાં પણ પત્ર સરોવર અક્ષય છે, તેમ હજારે વાચનાઓ આદિ દેવા છતાં પણ દ્વાદશાંગને કદી ક્ષય થતો નથી માટે તેને અક્ષય કહેલ છે (૪). અક્ષય હોવાને કારણે તે અવ્યય બતાવેલ છે, જેમ માનુ
શ્રી નન્દી સૂત્ર
૨૬૪