________________
દ્વાદશાંગવિરાધનારાધના જનિત ફલ વર્ણનમ્
હવે સૂત્રકાર આ દ્વાદશાંગની આરાધના અને વિરાધનાથી થવાવાળા ત્રૈકાલિકફળ કહે છે– કુત્તેર્થી યુવાસંî૦ ' ઇત્યાદિ.
ગ
આ દ્વાદશાંગરૂપ ગણપટકની ભૂતકાળમાં વિરાધના કરીને અનંત જીવે એ નરક, તિર્યંચ, મનુષ્ય, તથા દેવ એ ચાર ગતિવાળા સસારરૂપ ગહનવનમાં રિભ્રમણ કર્યું છે. તેનું તાત્પર્ય એ છે કે ભૂતકાળમાં જમાલિના જેવાં અનંત એવાં જીવે થયાં છે કે જેમણે દુભિનિવેશ વશ ખીજી રીતે પ્રરૂપણા આદિ દ્વારા સૂત્રાજ્ઞાની વિરાધના કરી છે. એ વિરાધના જન્ય પાપને પરિણામે તેમને ચતુ તિરૂપ ભયંકર સ'સારવનમાં પરિભ્રમણ કરવું પડયુ છે. તથા ગેાષ્ઠમાહિલ, દંડી. તેરહપંથી, આદિ કેટલાક એવાં જીવ થયાં છે કે જેમણે સૂત્રાની આજ્ઞાનુ ખાટાં અભિપ્રાયને કારણે જુદી રીતે પ્રરૂપણ કર્યું" છે. એ ભયંકર વિરાધના જન્ય પાપનું પરિણામ તેમને પણ અહી ભેગવવું પડયુ છે. તથા સૂત્ર અર્થ અને બન્ને આજ્ઞાની જેમણે વિરાધના કરી છે એવાં પણ અનેક થયાં છે અને તેમને પણ આ વિરાધના જન્ય પાપેની એજ પરિણામ લેાગવવું પડયું છે. એજ પ્રકારે આ દ્વાદશાંગરૂપ ગણષટકની દુભિનિવેશ વશ બીજી રીતે પ્રરૂપણા કરીને આ વર્તમાન કાળમાં પણ કેટલાંક એવાં જીવ છે કે જે ચતુતિવાળા સંસારકાનનમાં પરિભ્રમણ કરી રહ્યાં છે. એજ રીતે ભવિષ્ય કાળમાં પણ અન ંત જીવ એવાં થશે કે જે દુભિનવેશ વશ આ દ્વાદશાંગરૂપ ગણિપિટકની વિરાધના કરીને આ ચતુતિવાળા સ'સારરૂપ ગહનવનમાં પરિભ્રમણ કરશે.
તથા ભૂતકાળમાં એવાં પણ અનંત જીવ થયાં છે કે જેમણે સૂત્ર, અથ અને ઉભયની સમ્યક્ આરાધના કરી છે અને એ રીતે તેઓ ચતુતિરૂપ સંસાર વનને તરી ગયાં છે. એજ રીતે વર્તમાન કાળમાં પણ એવાં સંખ્યાત ભવ્ય જીવા છે કે જે દ્વાદશાંગરૂપ ગણિપિટકની સમ્યક્ આરાધના કરીને આ સસ્પેંસારરૂપ ગહન વનને પાર કરી રહ્યાં છે. એજ રીતે ભવિષ્યકાળમાં પણ અનંત જીવ દ્વાદશાંગરૂપ ગણિપિટકની આરાધના કરીને સંસારવનને એળ ંગી જશે.
શ્રી નન્દી સૂત્ર
૨૬૩