________________
ચાત્મક માનનાર ત્રિરાશિક દ્વારા સંમત છે. ત્રિરાશિકમતવાળા સમસ્ત વસ્તુએને સ્યાત્મક માને છે, તેના મનમાં-(૧) જીવ (૨) અજીવ (૩) જીવાજીવ, (૧) લેક (૨) અલેક (૩) લોકાલેક, (૧) સત (૨) અસત્ (૩) સદસત્ – ઈત્યાદિરૂપથી પદાર્થોને વિભાગ કરવામાં આવ્યો છે. તથા જ્યારે નાને વિચાર કરાયો છે ત્યારે પણ તેની બાબતમાં એવું જ કહેલ છે કે નય, (૧) દ્રવ્યાર્થિક, (૨) પર્યાયાર્થિક અને (૩) ઉભયાર્થિક એ ભેદેથી ત્રણ પ્રકારને છે. આ રીતે સાતે પરિકના ભેદે એકત્ર કરતાં કુલ ત્યાસી ભેટ થાય છે. આ પરિકમનું સ્વરૂપ છે. (૧).
સૂત્ર ભેદવર્ણનમ્
શિષ્ય પૂછે છે–હે ભદન્ત ! દષ્ટિવાદને જે બીજે ભેદ “સૂત્ર છે તેનું શું સ્વરૂપ છે? ઉત્તર–સૂત્ર નીચે પ્રમાણે બાવીસ (૨૨) પ્રકારના છે–(૧) ઋજુસૂત્ર, (૨) પરિણતા પરિણત, (૩) બહુભંગિક, (૪) વિજયચરિત, (૫) અનંતર, (૬) પરંપર, (૭) આસાન, (૮) સંયુથ, (૯) સંભિન્ન, (૧૦) યથાવાદ,(૧૧) સૌવસ્તિક, (૧૧) નંદાવર્ત, (૧૩) બહુલ, (૧૪) પૃષ્ટપૃષ્ટ, (૧૫) વ્યાવ7, (૧૬) એવભૂત (૧૭) દ્રિકાવત્ત, (૧૮) વર્તમાનપદ, (૧૯) સમભિરૂઢ (૨૦) સર્વતેભદ્ર, (૨૧) પ્રશિષ્ય, અને (૨૨) દુષ્પતિગ્રહ. આ બાવીસ સૂત્ર જૈનસિદ્ધાંત અનુસાર છિન્ન છેદનયિક છે. જે નય છેદથી–પદ છેદથી છિન્ન પદના– કગત જુદા જુદા પદના અર્થનો બોધક થાય છે તે છિન્નછેદનય છે. જેમકે “ધો મંદ”િ આ શ્લેક છે. આ કલેક સૂત્રાર્થની અપેક્ષાએ ભિન્ન ભિન્ન પદવાળે છે. તેમાં તેના અર્થને સમજાવવા માટે દ્વિતીય શ્લોકમાં આવેલ પદની જરૂર પડતી નથી, તેનું તાત્પર્ય એ છે કે જે શ્લોકના અર્થને બેધ એજ શ્લેકમાં રહેલ ભિન્ન ભિન્ન પદે દ્વારા થઈ જાય છે, તેને સમજવાને માટે બીજા ક્ષેત્રમાં આવેલ પદની જરૂર પડતી નથી અને બીજા લોકોના પદની ત્યાં આવૃત્તિ જ લેવી પડતી નથી. એ બધા શ્લોક છિન્નચ્છેદનયિક કહેવાય છે. તથા આજીવિકમતા
શ્રી નન્દી સૂત્ર
૨૫૫