________________
કર પ્રભુએ પ્રતિપાદિત કર્યાં છે, એજ રૂપે અહીં સૂત્રકૃતાંગ સૂત્રમાં પ્રતિપાદિત કરેલ છે, પ્રજ્ઞાપિત કરેલ છે, પ્રરૂપિત કરેલ છે, ખતાવવામાં આવેલ છે, નિર્દેશિત કરેલ છે, ઉપદર્શિત કરાયેલ છે. જે પ્રાણી આ દ્વિતીય અંગનુ અધ્યયન કરે છે તે પૂર્ણાંકત ગુણયુકત થઈને આત્મસ્વરૂપ બની જાય છે, જ્ઞાતા થઈ જાય છે અને વિજ્ઞાતા થઇ જાય છે. આ રીતે આ સૂત્રકૃતાંગમાં ચરણુ અને કરણની પ્રરૂપણા કરવામાં આવી છે, પ્રજ્ઞાપિત કરાઈ છે, પ્રરૂપીત કરાઈ છે, દર્શાવવામાં આવી છે, નિદર્શિત થઈ છે તથા ઉપર્શિત કરવામાં આવી છે. અહીં જે સૂત્રાની વ્યાખ્યા આપી નથી તે પદોની વ્યાખ્યા આચારાંગ સૂત્રના નિરૂપણમાં આપવામાં આવી છે તેથી ત્યાંથી જાણી લેવી. શ્રી. સુધર્માં સ્વામી જમ્મૂ સ્વામીને કહે છે—“હે આયુષ્મન્! આ પ્રકારનું ઓ સૂત્રકૃતાંગનુ સ્વરૂપ છે ” । સૂ. ૪૬॥
સ્થાનાંગ સ્વરૂપ વર્ણનમ્
હવે ત્રીજા અંગ સ્થાનાંગ સૂત્રની પ્રરૂપણા કરે છે. ‘ સે ×િä ટાળે ?” ઈત્યાદિ. શિષ્ય પૂછે છે—હે ભદ્રંન્ત! સ્થાન નામનુ જે ત્રીજું અંગ છે તેનું શુ
તાત્પય છે ?
ઉત્તર—જેમાં જીવાર્દિક પદાર્થોનાં સ્વરૂપનું કથન કરવામાં આવ્યું છે તે જ્યાર’” છે, આ વ્યુત્પત્તિ પ્રમાણે આ ત્રીજું અંગ સ્થાનાંગમાં પ્રતિપાદ્ય હોવાને કારણે જીવ આદિ પદાર્થના સ્વરૂપની વ્યવસ્થા કહેવાનાં આવી છે. આજ વિષયને સ્પષ્ટ કરવાને માટે સૂત્રકાર કહે છે—આ ત્રીજા અંગ—સ્થાનાંગમાં જીવની સ્થાપના કરવામાં આવી છે, અથવા આ ત્રીજા અંગ-સ્થાનાંગ દ્વારા જીવની
શ્રી નન્દી સૂત્ર
૨૪૦