________________
એ લક્ષણથી ભિન્ન અજીવ છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પગલાસ્તિકાય તથા કાલ, એ બધા અજીવ છે. તથા આ સૂત્રકૃતાંગમાં સ્વસમય સૂચિત થયેલ છે. વિતરાગ, સર્વજ્ઞ, હિતેપદેશી અહંત પ્રભુ દ્વારા જીન સિદ્ધાંતેની પ્રરૂપણ કરાઈ છે. તે સ્વ સમય છે. અન્ય દર્શનેને જે સિદ્ધાંત છે, તે પર સમય છે. તેની સૂચના પણ “સૂત્રકૃતાંગમાં છે. તથા સ્વ, પર સિદ્ધાંતની સૂચના પણ એ “સૂત્રકૃતાંગમાં કરવામાં આવી છે.
સૂત્રકૃતાંગમાં એકએંસી ૧૮૦ ભેદે કિયાવાદીઓના, ચોરાશી (૮૪) ભેદે અકિયાવાદીઓના, સડસઠ (૬૭) ભેદે અજ્ઞાનવાદીઓના તથા બત્રીસ (૩૨) ભેદ વિનયવાદીઓના, આ પ્રકારે ત્રણ તેસઠ (૩૬૩) પાખંડીઓના મતનું નિરસના કરીને સ્વસમય–સ્વસિદ્ધાંતની સ્થાપના કરવામાં આવી છે.
આ સૂત્રકતાંગ સૂત્રનાં સૂત્ર અને અર્થ છે. તથા આ દ્વિતીય અંગમાં સંપ્રખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુગ દ્વાર છે, સંખ્યાત પ્રતિપત્તિ છે, સંખ્યાત વેષ્ટક છે, સંખ્યાત શ્લોક છે, તથા સંખ્યાત નિયુકિતઓ છે. વાચના આદિ શબ્દને અર્થ આચારાંગના ૪૫ પિસ્તાલીસ સૂત્રનાં વ્યાખ્યાનમાં લખાઈ ગયે છે, અંગાપણાથી આ બીજું અંગ છે. તેમાં બે શ્રુતસ્કંધ છે. તેવીસ અધ્યયન છે–પ્રથમ શ્રુતસ્કંધમાં સોળ તથા દ્વિતીય શ્રુતસ્કંધમાં સાત. તેત્રીસ ઉદ્દેશકાળ છે તે આ પ્રમાણે છે
"चउतिय चउरो दो दो, एक्कारस चेव हुति एकसरा।
સવ અક્ષય, શંસા વયમુળવં”. પ્રથમ શ્રત સંકધના પહેલા અધ્યયનમાં ચાર ઉદેશનકાળ છે, બીજા અધ્યથનમાં ત્રણ, ત્રીજા અધ્યયનમાં ચાર, ચેથા અધ્યયનમાં બે, પાંચમાં અધ્યયનમાં બે, આ રીતે પાંચ અધ્યયનમાં પંદર ઉદ્દેશનકાળ થયાં. તથા બાકીના અગીયારમાંના પ્રત્યેકમાં એક એક ઉદ્દેશનકાળ હેવાથી, તેમનાં આગીયાર ઉદેશનકાળ થયાં, આ રીતે પ્રથમશ્રત સ્કંધના કુલ છવીશ ઉદ્દેશનકાળ થયાં. દ્વિતીયકૃત સ્કંધના જે સાત અધ્યયન છે તે પ્રત્યેકમાં એક એક ઉદેશનકાળ હોવાથી તેના સાત ઉદેશનકાળ થયાં. આ રીતે બન્ને શ્રુત સ્કંધના મળીને કુલ તેત્રીસ (૩૩) ઉદેશનકાળ થાય છે. એ જ પ્રમાણે સમુદેશનકાળ પણ તેત્રીસ છે, અને છત્રીસ હજાર પદ . સંખ્યાત અક્ષર છે, અનંત ગમ છે, અનંત પર્યાયે છે, અસં.
ખ્યાત ત્રસ છે. અનંત સ્થાવર છે. એ જીવ શાશ્વત છે, દ્રવ્યાર્થિકનયની અપેક્ષ એ નિબદ્ધ છે-સૂત્રમાં ગ્રથિત હેવાથી, નિકાચિત છે-નિયુકિત હેતુ ઉદાહરણ આદિ દ્વારા સારી રીતે પ્રતિષ્ઠિત હોવાથી. એ જીવાદિક પદાર્થ જે રૂપે તીર્થ
શ્રી નન્દી સૂત્ર
૨૩૯