________________
આચાર છે. બાહ્ય અને આભ્યન્તરના ભેદથી તપ બાર પ્રકારનું બતાવ્યું છે. તેને મુનિજન આચરણમાં મૂકે છે (૪) જ્ઞાન અને દર્શનનાં આરાધનમાં બાહ્ય અને આભ્યાસ્તર વીર્યનું ગેપન ન કરવું એટલે કે શક્તિ અનુસાર જ્ઞાન દર્શન આદિની આરાધનામાં લાગવું તે વીર્યાચાર છે. આ રીતે પાંચ પ્રકારના આચાર છે. આ આચારાંચમાં નિશ્ચયથી સૂત્ર અને અર્થના અધ્યાપનરૂપ વાચનાઓ સંખ્યાત છે. આ કથન અવસર્પિણી કાળની અપેક્ષાએ કહેલ માનવું જોઈએ. ઉત્સપિણી અને અવસર્પિણી એ બને કાળને લઈને તે કાળાત્રયની એપેક્ષાએ તેની અનન્ત વાચનાઓ થઈ શકે છે. સૂત્ર અને અર્થને કહેવાની વિધિનું નામ અનુગ છે. દ્વાર સમાન હોવાથી, અનુંયોગનાં જે દ્વાર છે તેમને અનુગ દ્વાર કહે છે. એ દ્વારા ઉપકમ, નિક્ષેપ, અધિગમ અને નયરૂપ હોય છે. એ ઉપક્રમ આદિ અનુગ દ્વારા આચારાંગમાં સંખ્યાત છે. જ્ઞાન આદિ રૂપ કેઈ એક વિષયનું પ્રતિપાદન કરનાર જે વાક્યો હોય છે તેમનું નામ વેષ્ટક છે. એ પણ તેમાં સંખ્યાત છે. તથા અનુષ્ટ્ર આદિ શ્લોક પણ સંયાત છે. નિર્યુક્તિઓ પણ સંખ્યાત છે. સૂત્ર અભિમત અર્થનું સંયેજના કરવું. તેનું નામ નિર્યુક્તિ છે. અથવા–નિશ્ચયથી અર્થ નું પ્રતિપાદન કરનારી જે યુક્તિ છે તે નિયુકિત છે. આચારાંગ સૂત્રમાં એ પ્રકારની સંખ્યાત નિર્યુકિતઓ છે. તથા પ્રતિપત્તિ પણ સંખ્યાત છે. અન્યવાદિ સંમત પદાર્થોનું સમર્થન કરવું, અથવા ભિક્ષુ પ્રતિમાં આદિના અભિગ્રહનું કથન કરવું એ બધા પ્રતિપત્તિ શબ્દના વાચાર્થ છે. આ આચારાંગને જે પહેલું અંગ કહેવામાં આવેલ છે તેનું કારણ એ છે કે તે શ્રુતપુરુષનું સૌથી પહેલું અંગ છે. જ્યારે અંગેની રચના થઈ ત્યારે તેમના કમને લઈને આને પ્રથમ અંગ રૂપે પ્રગટ કરવામાં આવેલ છે. આમ તે રચનાની અપેક્ષાએ તે બારમું જે દષ્ટિવાદ અંગ છે એને જ પ્રથમ અંગ માનેલ છે, કારણ કે સર્વ પ્રવચનની અપેક્ષાએ તેને પહેલું કહ્યું છે. આ આચારાંગ સૂત્રના બે શ્રત સ્કંધ-અધ્યયન સમૂડ છે. પહેલા શ્રત સ્કંધમાં નવ અધ્યયન અને બીજા શ્રુતસ્કંધમાં સોળ અધ્યય, આ રીતે બન્ને શ્રુતસ્કંધમાં મળીને પચીસ અધ્યયન છે. પહેલા શ્રુતસ્કંધમાં આ નવ અધ્યયને છે-(૧). શાસ્ત્રપરિજ્ઞા (૨) લક વિજય, (૩) શીતેણીય, (૪) સમ્યક્ત્વ, (૫) આવન્તી, (૬) ઘુત, (૭) વિહ, (૮) મહાપરિજ્ઞા તથા, (૯) ઉપધાન શ્રત. બીજા શ્રુતસ્કંધમાં આવતા સેળ અધ્યયનનાં નામ આ પ્રમાણે છે-(૧) પિડેરણા, (૨) શર્મેષણ, (૩) ઈષણા, (૪) ભાષણ, (૫) વઐષણ, (૬) પાવૈષણા, (૭) અવંગ્રહ પ્રતિમા (૮) યથા-સ્થાન સપ્તકક, (૯) નૈષધિકી, સપ્લેકક, (૧૦) થંડિલ સર્તક, (૧૧) શબ્દ સતૈકક, (૧૨) રૂપસતૈકક, (૧૩) પરકિયા સતૈકક, (૧૪) અન્ય
શ્રી નન્દી સૂત્ર
૨૩૧