________________
સમજાવવા માટે શ્રી સુધર્માસ્વામી કહે છે કે જેનાથી વસ્તુસ્વરૂપનું અવધારણ-નિર્ણય થાય છે તે જ્ઞાન છે. એ જ્ઞાન આત્મામાં જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયથી અથવા ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે. આગમમાં એ જ્ઞાનના પાંચ ભેદ દર્શાવ્યા છે. તે પાંચ ભેદ જ્ઞાનના મૂળ ભેદ છે. અને એ જ કારણે જ્ઞાન પાંચ પ્રકારનું બતાવ્યું છે. સૂત્રમાં જે “પત્ત ” શબ્દને ઉપગ થયેલ છે તેનું તાત્પર્ય એવું છે કે તીર્થકર ભગવાને પિતે જ એવું કહ્યું છે, તેથી સૂત્રકાર તે પદ દ્વારા એ સૂચિત કરે છે કે તીર્થકર ભગવાને જ્ઞાનનાં જે પાંચ પ્રકાર બતાવ્યા છે તે આ પ્રમાણે છે. એ વાત “રંગા ” પદથી સમજાવેલ છે–
હવે “આમિનિવધિજ્ઞાન વગેરે પદને વિગ્રહપૂર્વક અર્થ લખવામાં આવે છે –
આભિનિબોધિકજ્ઞાનવર્ણનમ્
(૧) આભિનિબોકજ્ઞાન– આભિનિધિક જ્ઞાનને આર્થ આ પ્રમાણે છે:–આભિનિધિકરૂપ જે જ્ઞાન છે તેનું નામ આભિનિબોધિક જ્ઞાન છે, આભિનિબોધિક જ્ઞાનમાં કર્મધારય સમાસ થયા છે. યેગ્ય દેશમાં વસ્તુના અવસ્થાનની અપેક્ષા રાખવી તેનું નામ અભિઅભિમુખ છે. “જિ” ને અર્થ નિયત છે. તેને ફલિતાર્થ એ થાય છે કે પાંચ ઇન્દ્રિ અને મનની અપેક્ષા કરીને યોગ્ય દેશમાં અવસ્થિત વસ્તુનું જે જ્ઞાન થાય છે તે અભિનિબંધ છે.
અથવા જ્ઞાનમાં સંશયરૂપતા અથવા વિપર્યયરૂપતાનું હોવું તે દેષ મનાય છે. આ સંશયરૂપ તથા વિપર્યયરૂપ દેષરહિત જે બોધ થાય છે તે અભિનિબોધ છે. અભિનિબોધનું નામ જ આભિનિબોધિક છે. આભિનિબોધિક પદ સ્વાર્થમાં કw પ્રત્યય હોવાથી સિદ્ધ થાય છે. આ રીતે અભિનિબોધરૂપ જ્ઞાનનું નામ જ આભિનિબોધિક જ્ઞાન છે. એમ જાણવું જોઈએ.
અથવા જેના વડે પદાર્થનું જ્ઞાન થાય છે તે અભિનિબોધ છે. અભિનિબોધ જ આભિનિબેધિક છે. અહીં આભિનિબેધિક શબ્દથી તદાવરણ કમને એટલે કે જ્ઞાનાવરણ કમને ક્ષયે પશમ પ્રહણ થયું છે, કારણ કે જ્ઞાનાવરણીય
શ્રી નન્દી સૂત્ર