________________
છે ત્યારે જ સ્વ” ની શેાભા છે. જો એ પરપર્યાય ન હેાત તે એ આકારની સ્વપર્યાય છે. એવા વ્યપદેશ જ થઈ શકત નહીં. કારણ કે સ્વગૃપદેશ પરાપેક્ષ છે. તે કારણે પર્યાયામાં સ્વ વ્યપદેશનું કારણ હાવાથી એ પરપોંચા પણ તે વિક્ષિત પટ્ટાને ઉપયાગી થાય છે, તેથી તેમનામાં હ तस्य ” એવા ચપદેશ થાય છે. । ૨ ।
વળી સંસારની જેટલી વસ્તુઓ છે તે બધી પ્રતિનિયત સ્વભાવવાળી છે. અને એ પ્રતિનિયત સ્વભાવતા તેમનામાં પ્રતિચેાગી પદાના અભાવને લીધે જ આવેલી છે. તે કારણે એ ધ્રુવ સત્ય છે કે વસ્તુ પોતાના સ્વભાવમાં પ્રતિનિયત છે એ વાત સ્પષ્ટરૂપે સમજવાને માટે પ્રતિયેાગી પદાર્થનું જ્ઞાન હાવુ જોઈ એ. ત્યારે જ વિવક્ષિત વસ્તુમાં “ પ્રતિયોગી પટ્ટાના અભાવ રહેલ છે” એમ કહી શકાય છે.
વળી—અકારની એ સ્વપર્યાય છે” એવા મેધ અકાર પર્યાયોમાં ત્યારે જ થઈ શકે છે કે જ્યારે તેમાં પરના-ઘટાઢિ પર્યાયોના-અભાવના બેષ થાય, જ્યાં સુધી તેમનામાં તેમના અભાવને બેધ નહીં થાય ત્યાં સુધી આક રતુ વાસ્તવિકરૂપે પરિજ્ઞાન થઇ શકશે નહીં. આ રીતે આકારના યથા એધ થવાને માટે ઘટાદિ પર્યાચાના બેધ થવા તે આવશ્યક છે. આ દૃષ્ટિએ ઘટાઢિ પર્યાય પણ અકારની સંબંધી છે એમ કહેવામાં આવે છે.
અહીં પ્રયાગ આ પ્રકારે છે–જેની અનુપલબ્ધિ થતા જેની અનુપલબ્ધિ થાય છે તે તેનું સ ંબંધી હોય છે જેમકે રૂપાર્દિકની અનુપલબ્ધિ (અભાવ) થતા ઘડાની અનુપલબ્ધિ હોય છે; એજ પ્રમાણે ઘટાદિ પર્યાયેાની અનુપશ્વિમાં અકારની યથાવસ્થિત રૂપે ઉપલબ્ધ થતી નથી તે કારણે તે તેની સંબંધિની છે એમ માનવામાં આવે છે આ અનુમાન પ્રયાગમાં હેતુ અસિદ્ધ નથી કારણુ કે ઘટાદ પર્યાયરૂપ જે પ્રતિયોગી પદાર્થ છે. તે જ્યાં સુધી પરજ્ઞાત થઈ જતા નથી ત્યાં સુધી તેના અભાવરૂપ અકારનુ તત્ત્વતઃ જ્ઞાન થઈ શકતું નથી. તે કારણે એમ માનવું જોઇએ કે ઘટાઢિ પરપર્યાયેા પણ અકારની સંબંધી છે. આ રીતે અકાર સદ્રવ્યપર્યાય પરિણામવાળા સિદ્ધ થઇ જાય છે. એજ રીતે ખીજા પણ બાર આદિ જે વર્ણન છે તેએ પણ પ્રત્યેક સદ્રવ્યપર્યાય પ્રમાણાનુંરૂપ છે તે સિદ્ધ થઈ જાય છે. ઘટાદિક જે વસ્તુએ છે તેમનામાં પણ આ ન્યાયથી સમાનતા હેાવાથી સ પૉય પ્રમાણતા ઘટિત થઈ જાય છે. અમારૂં એ પ્રકારનું આ કથન આગમથી વિરૂદ્ધ જતુ' નથી. કારણ કે આચારાંગમાં એવું જ કહ્યુ छे- “ जे एगं जाणइ से सव्वं जाणइ, जे सव्वं जाणइ से एगं जाणइ ” તેનું તાત્પર્ય એ છે કે જે એક જીવાદિક વસ્તુને પાત પેાતાની સમસ્ત પર્યાચા સહિત જાણે છે તે નિયમથી સમસ્ત વસ્તુઓને જાણે છે. વિવક્ષિત એક વસ્તુના “ મા પેાતાની સમસ્ત પર્યાચાયુક્ત છે તથા પરાયાના તેમાં અભાવ છે ??
શ્રી નન્દી સૂત્ર
૨૧૭