________________
સગાએ શાસ્ત્રકારોએ બતાવી છે, તે એ એકેન્દ્રિયાદિ જીવેામાં પણ હોય છે. એ આહાર આદિ સંજ્ઞાઓ અભિલાષા સ્વરૂપ માનવામાં આવી છે. અભિલાષાનુ તાત્પ અહી એ પ્રકારની પ્રાર્થના છે કે “જો હું તેને પ્રાપ્ત કરૂ તે એ ઘણી સરસ વાત છે ” જયારે આ પ્રકારની અભિલાષા તેએમાં છે, ત્યારે એ માનવું જ પડે છે કે તેમનામાં અન્નાનુષત શ્રુતજ્ઞાન પણ છે. કારણ કે એ પ્રાર્થના રૂપ અભિલાષા અક્ષરાનુગત જ છે, તે કારણે તેમાં પણુ થાડી ઝાઝી અવ્યકત અક્ષરલબ્ધિ અવસ્ય અંગીકાર કરવી જોઇએ. જો એ વાત સ્વીકારીએ તે તેમનામાં પણ લખ્યક્ષરરૂપ ભાવશ્રુત છે. આ સિદ્ધાંત સુસંગત થઈ જાય છે.
<<
આ લખ્યક્ષર છ પ્રકારનુ ખતાવ્યુ છે-શ્રોત્રેન્દ્રિય લખ્યક્ષર, ચક્ષુ ઇન્દ્રિય લખ્યક્ષર ઇત્યાદિ. શ્રૌત્રેન્દ્રિયથી શબ્દ સાભળતા જ્યારે એવુ' ભાન થાય છે કે '' આ શબ્દ શંખના છે” ત્યારે તે જ્ઞાન અક્ષરાનુગત શબ્દ અને અની પર્યાલાચના અનુસાર ઉત્પન્ન થવાને કારણે શ્રોત્રેન્દ્રિય લન્ધ્યક્ષર છે, કારણ કે તે શ્રોત્રેન્દ્રિયના નિમિત્તથી ઉત્પન્ન થયુ છે. આંખથી અમળ આદિને જોઈ ને જે એવા વિચાર આવે છે કે “ આ આમ્રફળ છે” એ ચક્ષુઈન્દ્રિયલન્ધ્યક્ષર છે, કારણ કે “ આ આમ્રફળ છે” આ પ્રકારના અક્ષરથી આ જ્ઞાન મળેલું છે, અને તેમાં શબ્દ અને તેના અર્થની પર્યાલેાચના થઈ રહી છે. એજ પ્રકારે ખાકીની ઇન્દ્રિયાનુ લન્ધ્યક્ષર પણ સમજી લેવું.
O
વળી શિષ્ય પૂછે છે—‹ àજિત અળવવર્યું ” ઇત્યાદિ. અનક્ષરરૂપ શ્રુતજ્ઞાનનું શુ' સ્વરૂપ છે!
ઉત્તરમનારરૂપ શ્રુતજ્ઞાન અનેક પ્રકારનુ બતાવ્યું છે–(૧) ઉવસિત (૨) નિઃશ્વસિત, (૩) નિયૂત, (૪) કાસિત, (૫) શ્રુત (છીંક), (૬) નિઃસિધિત, (૭) અનુસાર (૮) ખેલિત આદિ (શ્લેષ્ઠિત, ચીત્કાર, આદિ) નાસિકાજન્ય શબ્દનું નામ નિઃસિંઘિત છે. તથા અધેવાયુનું નિઃસરણુ થતી વખતે જે શબ્દ થાય છે તેનું નામ અનુસાર-અનુસરણ છે. એ બધા અનક્ષરાત્મક શ્રુત છે. એ ઉવસિત આદિ બધા ધ્વનિમાત્ર હાવાથી ભાવદ્યુતના જનક હોવાથી અને ભાવશ્રુતના કાર્ય હોવાથી દ્રષ્યશ્રુરૂપ માનવામાં આવ્યાં છે તેનું તાત્પર્યં એ છે કે-જ્યારે કાઈ પ્રયાકતા કાઈ વિશેષ વાતને સમજાવાવવાને માટે ઈચ્છાપૂર્ણાંક કોઈના તરફ એ ઉશ્ર્વસિત આદિના પ્રયોગ કરે છે, ત્યારે એ ઉચ્છવસિત આદિ તે પ્રયાકતાના ભાવતના મૂળરૂપ હાય છે, અને શ્રોતાના એ જ્ઞાનનું –ભાવશ્રુતનું જનક હોય છે, તે કારણે તેમને દ્રશ્યશ્ચતરૂપ બતાવ્યું છે.
શંકા~~આ રીતે જો આપ ઉચ્છવસિત આદિને દ્રવ્યશ્રુતરૂપ માને છે તે પછી હસ્તાદિની ચેષ્ટાને પણ દ્રવ્યશ્રુતરૂપ માનવી જોઈએ, કારણ કે એ પશુ પ્રત્યેાકતા દ્વારા બુદ્ધિપૂર્વક જ કરાય છે, તથા એ ચેષ્ટાથી પ્રયાકતાના હાર્દિક
શ્રી નન્દી સૂત્ર
૧૯૩