________________
વિષય માત્ર સામાન્ય છે, અને આ ક્ષેત્રેન્દ્રિયજન્ય અર્થાવગ્રહ, અથવા ધ્રાણેન્દ્રિય આદિ જન્ય અર્થાવગ્રહ, વ્યંજનાવગ્રહપૂર્વક જ થાય છે. તે કારણે આ વાત સર્વત્ર પદાર્થનું જ્ઞાન થતી વખતે સ્વીકારવી જોઈએ કે અવાયજ્ઞાન, અવગ્રહ તથા ઈહાપૂર્વક જ થાય છે, તેમના વિના નહીં. હા, જે અભ્યાસદશાસંપન્ન
વ્યક્તિઓ છે તેમનામાં અવગ્રહાદિક વધારેઝડપથી પ્રવર્તિત થતાં રહે છે. તેથી કાળની સૂક્ષમતાથી તેઓ સ્પષ્ટરૂપે અનુભવવામાં આવતા નથી, અને એવું લાગે છે કે અવગ્રહ ઈહા વિના પણ અવાયજ્ઞાન થઈ ગયું છે. કમળનાં સે પાનને એક ઉપર એક ગોઠવીને જ્યારે કેઈ વ્યકિત તેમને સોય વડે છેદે છે, તે તેને એમ જ લાગે છે કે એ સઘળાં પાન એકજ સાથે છેદાઈ ગયાં છે. પણ તે બધાં પાન એકસાથે છેદાયાં નથી, વારા ફરતી છેદાયાં છે, તે પણ કાળની સૂક્ષ્મતાને લીધે તેઓ એકસાથે છેદાયાં હોય એવું લાગે છે. એ જ રીતે અભ્યાસદશામાં અવગ્રહઆદિને કાળ અતિસૂક્ષ્મ હેવાથી દુર્લક્ષ્ય થાય છે, તેથી ત્યાં તેમને સમયભેદ અનુભવવામાં આવતું નથી.
શંકા–“શું “આ શંખને શબ્દ છે અથવા શિંગડાને શબ્દ છે” એ રૂપે પ્રવર્તિત થનારા જ્ઞાનને આપ ઈહા કહે છે, તો પછી સંશયમાં અને ઈહામાં શે ભેદ હશે, કારણ કે સંશયજ્ઞાન પણ એજ રીતે પ્રવર્તિત થાય છે?
ઉત્તર–જે જ્ઞાન શંખ અને શિંગડા આદિ પરસ્પરવિરુદ્ધ અનેક વિશેષને વિષય કરે છે. તેમને પરિત્યાગ કરતું નથી, પણ એ પરસ્પરવિરુદ્ધ અનેક કેટીઓમાં સુપ્ત હોય એમ રહે છે-કેઈપણ વિશેષને નિર્ણય કરી શકતું નથી, એવાં જ્ઞાનનું નામ સંશય છે. એવું જ્ઞાન ઈહા નથી, કારણ કે આ જ્ઞાનમાં સભૃતાર્થવિશેષવિષયતા રહે છે, કારણ કે આ જ્ઞાન હેતુ આદિના વ્યાપારથી સદૂભૂતાર્થવિશેષને ઉપાદાન કરવાની તરફ ઝુકેલ રહે છે, તથા અસભૂતવિશેષને તેમાં પરિત્યાગ રહ્યા કરે છે. તેનું તાત્પર્ય એ છે કે-સંશય જ્ઞાનમાં એ બંધ રહે છે કે “આ શંખને શબ્દ છે કે શિંગડાને શબ્દ છે. ”
શ્રી નન્દી સૂત્ર
૧૭૬