________________
66
આ
કે હજી સુધી તેને તે વિષે સંશય રહેલાજ છે. ધુમાડા વિષેના સંશયનું નિરાકરણ થતાં જ આ ધુમાડા છે” એવા તેના નિર્ણય થઈ જાય છે, તેથી એ માનવું પડે છે કે વસ્તુનુ જે નિર્ણયજ્ઞાન છે તે ઈહાજ્ઞાનપૂર્વક જ થાય છે. જો શ્રોતા “ આ શબ્દ છે’” એવું નિશ્ચયજ્ઞાન કરી લે છે, તે તેનું તાત્પર્ય એ છે કે તેને એ નિશ્ચય થઈ ચુકયા છે કે “ આ શબ્દ જ છે, રૂપાર્દિક નથી. ” પ્રકારે રૂપાદિકના વ્યવચ્છેદથી જ્યારે તે શબ્દના નિશ્ચય કરી લે છે, ત્યારે તેનુ એ જ્ઞાન ઇહાપૂર્વક જ માની શકાશે, અને એ ઇહાજ્ઞાન અવગ્રહ વિના થતુ નથી, તેથી ઈહાના સદ્ભાવથી તેને શબ્દનુ અવગ્રહરૂપ જ્ઞાન થયુ છે, એ વાત પણ સ્વીકારવી પડશે. કારણ કે ઇહાજ્ઞાનના આધાર અવગ્રહજ્ઞાન હેાય છે. અવગ્રહના વિષય સામાન્ય છે, તે કારણે “ આ શબ્દ છે' એવાં જે અવગ્રહજ્ઞાનના વિષય શબ્દ થયા છે તે વિશેષજ્ઞાનરૂપ નથી; પણ અવ્યક્ત નામ જાત્યાદ્વિકથી અનિર્દેશ્ય માત્ર સામાન્યરૂપ જ છે. એજ વાત સૂત્રકારે “ અવત્ત सद्ध सुणिज्जा' આ સૂત્રાંશથી પ્રગટ કરેલ છે. શ્રોતાનાકાને પડતા જ તે એ જાણી લે છે કે “આ પરમાર્થતા શબ્દ જ છે પણ અવ્યક્ત છે” વ્યક્તરૂપ વિશેષરૂપે તે તેને ગ્રહણ કરતા નથી. માત્ર સામાન્યરૂપે જ તે તેને જાણે છે. સૂત્રકારે જે એમ કહ્યું કે શ્રોતાએ “ આ શબ્દ છે” એવું જે જાણ્યુ છે, તેનું તાત્પર્ય એજ છે કે તેણે તેને અવગ્રહજ્ઞાન દ્વારા જ જાણ્યા છે. આ રીતે સૂત્રકારનું આ કથન અવગ્રહના પ્રતિપાદન નિમિત્ત જાણવું જોઈ એ, તેનું તાત્પ એ નથી કે શ્રોતાએ શબ્દને નિશ્ચય કરી લીધેા છે. એજ વાતનું વિવરણ કરતાં સૂત્રકાર આગળ કહે છે કે-“ નો ચેવ 2 ઈત્યાદિ. આ શબ્દ કાને છે” અથવા કયા સ્વરૂપવાળા છે” આ વાત તે સમયે શ્રાતા જાણતા નથી. અવગ્રહ એ પ્રકારના છે–(૧) વ્યંજનાવગ્રહ, (૨) અર્થાવગ્રહ. વ્યંજનાવગ્રહની જ પુષ્ટ. પર્યાય અર્થાવગ્રહ છે, આ વાત હમણાં જ બતાવાઈ ગઈ છે. અર્થાવગ્રહના
""
66
શ્રી નન્દી સૂત્ર
૧૭૫