________________
ગ્રહણ કરાયું છે. જે આ વાસનારૂપ ધારણ સંખ્યાત વર્ષની આયુવાળાનાં હૃદયમાં જામી ગઈ હોય તો તેની અપેક્ષાએ તે સંખ્યાતકાળની જાણવી જોઈએ, અને જે તે અસંખ્યાતકાળવાળા ભેગભૂમિયા આદિ જીનાં હદયમાં જામી હોય તે તે અપેક્ષાએ તે અસંખ્યાતકાળની જાણવી જોઈએ.
આ પૂર્વોકત અવગ્રહાદિકના સમસ્ત પ્રકારને કમ સુપ્ત પુરુષની અપેક્ષાએ તે બરાબર બંધ બેસતે આવે છે પણ જાગ્રત પુરુષમાં આ અવગ્રહાદિકને ક્રમ કેવી રીતે ઘટાવી શકાય? કારણ કે ત્યાં તે શબ્દશ્રવણ પછી જ અવગ્રહ ઈહાને છોડીને અવાયજ્ઞાન થઈ જાય છે. આ વાત દરેક પ્રાણી જાણે છે. આ અશંકાનાં નિવારણ માટે સૂત્રકાર શકરાનાં દૃષ્ટાંતથી જ છ પ્રકારના અવગ્રહ આદિનું પ્રદર્શન કરે છે.–“સે નાનામgo” ઈત્યાદિ.
સટ્ટાન્ત અર્થાવગ્રહ નિરૂપણમ્
જેમ કેઈ પુરુષ જ્યારે નામ, જાતિ આદિની કલ્પનાથી રહિત શબ્દને સાંભળે છે, ત્યારે એ સામાન્ય બંધ થાય છે કે આ શબ્દ છે. એજ બેધનું નામ અર્થાવગ્રહ છે. તે બેધમાં તેને એવું જ્ઞાન નથી થતું કે આ શબ્દ કયાં સ્વરૂપ વાળે અથવા તેને છે? કારણ કે અર્થાવગ્રહમાં સામાન્ય બંધ રહે છે. વિશેષ નહીં, ને સાંભળનારને જે શબ્દને સામાન્ય બંધ થયે છે તે શ્રોત્રેન્દ્રિય સંબંધી અર્થાવગ્રહ છે. એ નિયમ છે કે અર્થાવગ્રહનાં પહેલાં વ્યંજનાવગ્રહ થાય જ છે; તેથી જ્યારે શ્રોત્રેન્દ્રિયસંબંધી અર્થાવગ્રહ થયે છે, ત્યારે એ આપોઆપ સિદ્ધ થાય છે કે તેને પહેલાં વ્યંજનાવગ્રહ થઈ ગયા છે. જ્યારે તે આગળ જાણવાની ઈચ્છામાં પ્રવેશ કરે છે ત્યારે તે શબ્દવિષયક ઈહાજ્ઞાનમાં પિતાને પામે છે. ત્યારે તે એ જાણવા તરફ ઝુકે છે કે આ શબ્દ આ સ્વરૂપવાળો હોવો જોઈએ.
શંકા–જાગૃત અવસ્થામાં પુરુષને એવો ક્રમ તે જાતે નથી; પણ પહેલેથી જ તેને શબ્દનું અવાયરૂપ જ્ઞાન થઈ જાય છે. સૂત્રમાં શબ્દનું “અવ્યક્ત
શ્રી નન્દી સૂત્ર
૧૭૩