________________
વિષય થાય છે ત્યારે નિશ્ચયથી તે તેને એ પ્રકારે હૃદયમાં ધારણ કરી લે છે કે જેથી તે સંખ્યાત કાળ અથવા અસંખ્યાત કાળ સુધી ભૂલાતો નથી. આ સૂત્રનું તાત્પર્ય આ પ્રમાણે છે.
જે પ્રકારે કુંભારના નિભાડામાં પકાવેલ એજ સમયનું નવું શકેરું એક માણસ પોતાને ઘેર લાવે અને તેમાં પાણીનું ટીપું નાખે તે શકે ત્યારે જ તેને શોષી લે છે, એટલે સુધી કે ત્યાં તેનું નામનિશાન પણ રહેશે નહીં. એજ રીતે પછી પણ એકે એકે નાખવામાં આવેલ પાણીનાં ટીપાંઓને તે શકોરૂં શોષી લેશે, પણ છેવટે એ સમય આવશે કે જ્યારે તે શકોરૂં પાણીનાં ટીપાંઓને શેષવાને અસમર્થ થશે. ત્યારે તે તેને શેષતાં ભીનું ન થવાં લાગશે. અને તેમાં નાખેલાં ટીપાંઓ એકત્ર થઈને દેખાવા લાગશે. હવે આ જગ્યાએ વિચારવાની વાત એ છે કે શકરાની આદ્રતા જ્યારે પહેલ વહેલી દેખાવા લાગે છે, ત્યારે જ શું પહેલ વહેલી જ તે તેમાં આવી છે, તેના પહેલાં પાણીના ટીપાં નાખતાં શું તે આવી ન હતી? પણ એવું નથી, જ્યારથી તેમાં પાણીનાં ટીપાં નાખવાનું શરૂ કર્યું ત્યારથી જ તેમાં આદ્રતાનું આવવું શરૂ થયું, પણ તે તેમાં જણાતી ન હતી, તેનું કારણ તેમાં તેને તિરોભાવ થઈ જો તે હતું. જેમ જેમ પાણીનું પ્રમાણ વધ્યું, અને શકરાની પાણી શોષવાની શક્તિ ઘટી, ત્યારે જ તેમાં ભીનાશ સ્પષ્ટરૂપે જણાવા લાગી. એજ રીતે જ્યારે કેઈ ઉંઘતી વ્યક્તિને બોલાવવામાં આવે છે ત્યારે તે શબ્દ તેના કાનમાં જાણે લુપ્ત થઈ જાય છે. બે ચાર વાર બેલાવવાથી જ્યારે તેના કાનમાં પદુગલિક શબ્દની માત્રા પુરતા પ્રમાણમાં ભરાઈ જાય છે ત્યારે જલકણથી પહેલ વહેલા ભીનાં થતાં શર્કરાની જેમ તે ઊંઘતી વ્યક્તિના કાન પણ શબ્દથી પરિપૂરિત થઈને તેમને સામાન્યરૂપે જાણવાને સમર્થ થઈ જાય છે.
આ શું છે” એજ સામાન્યજ્ઞાન છે, જે શબ્દને પહેલ વહેલા સ્પષ્ટ રીતે જાણે છે. ત્યાર બાદ વિશેષજ્ઞાનને ક્રમ શરૂ થાય છે, તેમાં ઈહા, અવાય અને ધારણાને સંબંધ રહેલ છે. ધારણાથી અહીં તેના ભેદરૂપ વાસનાનું
શ્રી નન્દી સૂત્ર
૧૭૨