________________
સદ્દષ્ટાન્ત વ્યજનાવગ્રહ પ્રરૂપણમ્
gવં ગઠ્ઠાવીસર્ વિટ્ટ ઈત્યાદિ.
સૂત્રકાર કહે છે-આ રીતે આભિનિબંધિક જ્ઞાનનાં જે અદ્ભવીસ ભેદ પડે છે, તેની હું પ્રરૂપણા કરું છું. મતિજ્ઞાન આ રીતે અદૃાવીસ પ્રકારનું થાય છેવ્યંજનાવગ્રહ ચાર પ્રકારને થાય છે. ચક્ષુ અને મનથી તે અવગ્રહ થતો નથી, બાકીની ચાર ઈન્દ્રિયોથી જ થાય છે. તથા વ્યંજનના ઈહા, અવાય અને ધારણ એ પ્રકાર પડતાં નથી; તે કારણે વ્યંજનને અવગ્રહ જ થાય છે, અને તે અવગ્રહ ચાર ઈન્દ્રિયો વડે થાય છે, તેથી વ્યંજનાવગ્રહ ચાર પ્રકાર હોય છે . અથને અવગ્રહ પાંચ ઈન્દ્રિયો અને મનથી થાય છે તે કારણે તે એ છે પ્રકારનું હોય છે. ૬. આજ પ્રકારે ઈહા પણ છ પ્રકારની હોય છે ૧૨. અવાય પણ છ પ્રકારને ૧૮, તથા ધારણા પણ છ પ્રકારની ૨૪. આ રીતે એ બધા મળીને ચોવીસ ભેદ થાય છે. આ પ્રકારે મતિજ્ઞાન અાવીસ પ્રકારનું હોય છે. સૂત્રકાર કહે છે કે આ અદ્ભવીસ પ્રકારનાં મતિજ્ઞાનની પ્રરૂપણામાં અમે પહેલાં વધારે સ્પષ્ટ સ્વરૂપે સમજાવવાને માટે વ્યંજનાવગ્રહની પ્રરૂપણ કરશું.
આ પ્રરૂપણા પ્રતિબંધક તથા નવીનમલક (શરાવા) નાં દષ્ટાંતથી કરાશે. પ્રતિબંધકનું દૃષ્ટાંત આ પ્રમાણે છે
કેઈએક પુરુષ ગાઢનિદ્રામાં પડેલ કે પુરુષને અવાજ કરી કરીને જગાડે છે, પણ તે શબ્દ તેના કાને પહોંચતે જ ન હોય એવું થાય છે. ત્યારે જ્ઞાનાવરણયકર્મના ઉદયથી કહેલ સૂત્રાર્થને પણ ન જાણનાર શિષ્ય સૂત્રાર્થની યથાવસ્થિત પ્રરૂપણ કરનાર ગુરુમહારાજને પ્રશ્ન પૂછે છે કે-હે ભદન્ત! તે જગાડવા છતાં પણ કેમ જાગતે નથી? શું તેના કાનમાં એકસમય–પ્રવિષ્ટ પુદ્ગલથી માંડીને અસંખ્યાત સમય–પ્રવિષ્ટ-પુદગલ ભરાતા નથી ? જે ભરાતા હોય તે તેણે જાગી જવું જોઈએ. છતાં પણ કેમ જાગતું નથી? આચાર્ય તેને જવાબ આપે છે કે એક સમયથી માંડીને અસંખ્યાત સમય સુધી પ્રવિષ્ટ થયેલ પુદ્ગલ તેના કાનમાં પડે છે, પણ તે લુપ્ત થઈ જાય છે, એજ કારણે તે બે ત્રણવાર જગાડવા છતાં પણ જાગતો નથી, પણ જેવાં તે મંદ મંદ રીતે ચાર પાંચ વાર જગાડતા તેના કાનમાં ભરાઈ જાય છે, અને લુપ્ત થતાં નથી તેવો જ તે માણસ જાગી ઉઠે છે. એનું તાત્પર્ય એ છે કે તે અધિક બેલાયેલ શબ્દ જ્યારે તેના કાનમાં ભરાઈ જાય છે. તેનાથી ગ્રહણ થવા માંડે છે, ત્યારે તે જાગી જાય છે. એટલે કે તે શબ્દ પુદ્ગલ અર્થાવગ્રહનું કારણ
શ્રી નન્દી સૂત્ર
૧૭૦