________________
જાવવા જેવી કઈ વાત નથી કે જ્યારે માંત્રિક મંત્રનું સ્મરણ કરે છે ત્યારે ત્યારે તેના દ્વારા વિવક્ષિત વસ્તુનું આકર્ષણ થાય છે.
વળી બીજે જવાબ એ છે કે જેમ છાયાણુ, પ્રાપ્ત થયેલ લેઢાનું આપના મત પ્રમાણે આકર્ષણ કરે છે તે એ જ પ્રમાણે તે પ્રાપ્ત કાષ્ઠાદિકનું આકર્ષણ કેમ કરતા નથી? જે તેના સમાધાનરૂપે એમ કહેવામાં આવે કે તેની શકિત પ્રતિનિયત છે. પ્રતિનિયત શક્તિવિશિષ્ટ હોવાથી તે પ્રાપ્ત કાષ્ઠાદિકનું આકર્ષણ કરતા નથી તે પછી એજ વાત મનની બાબતમાં પણ માનવી જોઈએ, એટલે કે મનની શકિત પણ પ્રતિનિયત જ છે તેથી તે સૂક્ષ્માદિક અર્થોમાં જ્ઞાનનું ઉત્પાદન થતું નથી, તેથી જેમ પ્રતિનિયત શકિતવાળું હોવાને લીધે મને કઈ સૂક્ષ્માદિક પદાર્થોમાં જ્ઞાનનું ઉત્પાદક થતું નથી એજ પ્રમાણે ચક્ષુ પણ વ્યવહિત અને દૂર સ્થાનમાં રહેલ વસ્તુનું પ્રકાશક થતું નથી, તે પોતાની વાત સિદ્ધ કરવાને માટે અપ્રસિદ્ધ છાયાણુઓની કલ્પના કરવાથી લાભ?
વ્યવહિત અર્થની પ્રાપ્તિ થતી નથી” તમે ચક્ષુમાં જે પ્રાકારિતા માને છે તે વાત બરાબર નથી, કારણ કે કાચ, અબ્રખ અને સ્ફટિકમણીઓમાં ઢંકાયેલ વ્યવહિત પદાર્થોની ઉપલબ્ધિ થતી દેખાય છે.
જે એ બાબતમાં એમ કહેવામાં આવે કે-ચક્ષુનાં કિરણે નીકળીને તે કાચ, અબ્રકપટલ, આદિથી આચ્છાદિત પદાર્થને ગ્રહણ કરે છે. એ કિરણે તેજસ્વી છે તેથી તેજસ્વી દ્રવ્ય દ્વારા તેની રૂકાવટ થતી નથી, તેથી ચક્ષુને પ્રાપ્યકારી માનવામાં કે ઈદેષ નથી, તે એવી માન્યતા પણ યુતિયુંકત નથી, કારણ કે અગ્નિ મહાજવાળા આદિમાં તેની રૂકાવટ દેખાય છે. તે કારણે એમ જ માનવું જોઈએ કે ચક્ષુ અપ્રાપ્યકારી છે. એ જ રીતે વિષયકૃત અનુગ્રહ અને ઉપઘાતને મનની સાથે પણ સંપર્ક ન હોવાથી તેને પણ અપ્રાપ્યકારી માનવું જોઈએ.
શંકા–વિષયકૃત ઉપઘાત અને અનુગ્રહને સંબંધ મનમાં દેખાય છે. જેમ કે જ્યારે હર્ષ પરિણતિ થાય છે ત્યારે મનમાં પુષ્ટતા થાય છે, અને આ પુષ્ટતારૂપ પ્રસન્નતાને કારણે શરીરને ઉપચય થાય છે. એ જ રીતે જ્યારે શેક આદિને સંબંધ થાય છે ત્યારે મનમાં વિઘાત થાય છે, તે કારણે શરીરમાં દુર્બળતા આવે છે, અતિચિન્તા કરવાથી, માણસ હૃદયરોગી તે જોવા મળે છે, તેથી એ વાતને પુષ્ટિ મળે છે કે મન ઉપર વિષયકૃત પદાર્થોને અનુગ્રહ અને ઉપઘાત થાય છે, તો પછી આ મન કેવી રીતે અપ્રાપ્યકારી હોઈ શકે ?
ઉત્તર–એમ માનવામાં પ્રાપ્યકારિતાને નિષેધ એ કારણે કરીએ છીએ કે તેમાં વિષયકૃત અનુગ્રહ અને ઉપઘાત થતાં નથી, પણ મન પુદ્ગલમય લેવાથી
શ્રી નન્દી સૂત્ર
૧૫ર.