________________
પણ એ સ્વભાવ છે કે તે અપ્રાપ્યકારી હોવા છતાં પણ ચગ્ય પ્રદેશમાં રહેલા પદાર્થનું જ પ્રકાશન કરે છે, સમસ્ત દેશના સમસ્ત પદાર્થોનું નહીં.
કઈ કઈ એવું કહે છે કે કચરાન્ત (ચુંબક પથ્થર) અપ્રાપ્યકારીત્વની સાબીતીમાં દૃષ્ટાંતરૂપ બની શકતો નથી, કારણ કે તે પિતે જ પ્રાપ્યકારી છે. ચુંબક પથ્થર જે લોઢાનું આકર્ષણ કરે છે તે અપ્રાપ્ત થઈને તેનું આકર્ષણ કરતો નથી પણ આકર્ષાતી વસ્તુની સાથે તેના છાયાણુઓને સંબંધ હોય છે, તેથી તે તેનું આકર્ષણ કરે છે. એ છાયાણુ અત્યંત સૂક્ષમ હોવાથી દેખાતા નથી. એવું કથન પણ યોગ્ય નથી, કારણ કે છાયાણને ગ્રાહક કેઈ પ્રમાણ નથી. જેને ગ્રાહક (ગ્રહણ કરનાર) પ્રમાણ ન હોય તે ફક્ત કહેવા માત્રથી સ્વીકાર કરવામાં આવતું નથી.
શંકા---“છાયાણું છે” આ વાતનું સંવાદક અનુમાન પ્રમાણે છે. અને તે આ પ્રમાણે છે-“જે જે આકર્ષણ થાય છે તે તે સંસગપૂર્વ થાય છે જેમકે અથmોસ્ટ નું આકર્ષણ સંડાસીથી થાય છે, અથવા ચુંબક પથ્થરથી થાય છે. સંડાસીથી અગોલકનું જે આકર્ષણ થાય છે, તેમાં સંડાસી અને અયોગલકને સંસર્ગ પ્રત્યક્ષ દેખાય છે, પણ ચુંબક પથ્થરના દ્વારા જ્યારે અગોલકનું આકર્ષણ થાય છે તે સમયે ચુંબક પથ્થરમાં આ સંસર્ગ પ્રત્યક્ષ દેખાતું નથી, કારણ કે લેહકાન્તમાં સાક્ષાત્ સંસર્ગ કયાં ય પણ જોવામાં આવ્યું નથી, તેથી ત્યાં સાક્ષાત્ સંસર્ગ ત્યાં પ્રત્યક્ષથી બાધિત થાય છે, પણ જ્યારે એવી વ્યાપ્તિ છે કે જે જે આકર્ષણ થાય છે તે તે સંસર્ગપૂર્વક થાય છે, ત્યારે તે એ માનવું પડે છે કે લેહકાન્તના છાયાણુંઓની સાથે લેઢાને સંસર્ગ છે.
ઉત્તર—એ પ્રકારનું કથન પણ બરાબર નથી, કારણ કે આ વ્યાપ્તિ યુક્તિયુક્ત નથી. નિર્દોષ વ્યાપ્તિથી ઉત્પન્ન અનુમાન જે પ્રમાણુ કેટિનું છે. યુક્તિયુક્ત ન હોવાનું કારણ એ છે કે મંત્રાદિ દ્વારા પણ આકર્ષણ થાય છે. પણ આકર્ષણીય વસ્તુની સાથે તેને કેઈ સંસર્ગ થતું નથી, આ રીતે સાધ્યભાવમાં હેતુના રહેવાથી આકર્ષણ હેતુ વ્યભિચરિત થઈ જાય છે. તેમાં સમ
શ્રી નન્દી સૂત્ર
૧૫૧