________________
ભેદ છે-(૧) વિવુતિ (૨) વાસના અને (૩) કૃતિ. “અવાય દ્વારા નિશ્ચિત અર્થમાં અવાયની પછી જ્યાં સુધી ઉપયાગની ધારા કાયમ રહે છે, તેનું નામ અવિસ્મૃતિ છે. અવિશ્રુતિને કાળ અન્તર્મુહૂર્તને છે. આ અવિસ્મૃતિ વડે જે સંસ્કાર આત્મામાં સ્થાપિત કરાય છે તેનું નામ વાસના છે. સંખ્યાત અસંખ્યાત કાળ સુધી રહે છે. આ વાસનાથી એ વાત બને છે કે કાળાન્તરે કઈ તાદશ અર્થને દેખવારૂપ કારણે સંસ્કારની ઉત્પત્તિ થઈ જાય છે. તેનાથી એવું જ્ઞાન થાય છે કે આ વસ્તુ એ જ છે કે જેને મેં પહેલાં જોઈ હતી. આ પ્રકારનું જ્ઞાન જ સ્મૃતિ છે. અવિસ્મૃતિ, વાસના અને સ્મૃતિ, એ ત્રણેમાં ધારણાનું સામાન્ય લક્ષણ રહે છે, તેથી તે ત્રણે ભેદ ધારણુસ્વરૂપ માનવામાં આવ્યા છે. કહ્યું પણ છે
" तयणंतर तयत्थाऽविच्चवण जोय वासणा जोगो।
कालं तरे य ज पुण, अणुसरण धारणा सा उ" ॥१॥
આ ગાથાને અર્થ આ પ્રમાણે છે–(૧) “અવાય પછી અવાયગૃહીત અર્થમાં ઉપયોગની અપેક્ષાને લઈને જે ઉપગની ધારાનું અવિચ્યવન થાય છે. તથા (૨) જીવની સાથે વાસનાનો જે સંબંધ થાય છે, (૩) પછી કાલાન્તરે ઈન્દ્રિયો દ્વારા ઉપલબ્ધ થતા અથવા ન થતા મન વડે તે અર્થની જે સ્મૃતિ થાય છે, આ રીતે ત્રિવિધરૂપે જે અર્થનું અવધારણ થાય છે એજ ધારણા છે.
તેને ભાવાર્થ આ પ્રમાણે છે–અવાય દ્વારા નિશ્ચિત થયેલ પદાર્થમાં તેના પછી જ્યાં સુધી નિરંતર તે પદાર્થને જે ઉપગ કાયમ રહે છે તે ઉપગનું કાયમ રહેવું તે અવિસ્મૃતિ છે, આ ધારણાને પહેલે ભેદ છે ૧. આ અર્થે પગનું જે આવરણ કરનાર કર્મ છે તેને ક્ષપશમ તે વાસના છે. વાસનાના બળે જ કાળાન્તરે જીવ તે અર્થના ઉપયોગથી વાસિત બની રહે છે, અને એ પદાર્થની સ્મૃતિ કર્યા કરે છે. આ વાસના ધારણાને બીજે ભેદ છે ૨. કાલાન્તરે જ્યારે તે જોયેલ પદાર્થની સાથે ઈન્દ્રિયોને સંબંધ થાય છે કે થતું નથી ત્યારે પણ જીવ મનમાં એ પદાર્થનું જે સમરણ કરે છે એ સ્મૃતિ ધારણાને ત્રીજે ભેદ છે ૩. તેનું તાત્પર્ય ફક્ત એટલું જ છે કે-(૧) અવાયની પછી તે જોયેલ પદાર્થને આત્મામાં જે ઉપગ કાયમ રહે છે તે અવિસ્મૃતિ, અને (૨) તે અવિસ્મૃતિથી તેનું આવરણ કરનાર કર્મોને ક્ષયોપશમ થવે તે વાસના, અને (૩) વાસનાને બળે તે પદાર્થનું સ્મરણ થવું તે સ્મૃતિ છે. આ રીતે ધારણાના ત્રણ ભેદ છે. આ રીતે એ કૃતનિશ્ચિત મતિજ્ઞાનના ભેદ છે સૂ.૨૬
શ્રી નન્દી સૂત્ર
૧૪૨