________________
શ્રતનિશ્ચિતમતિજ્ઞાન ભેદ કથનમ્
શિષ્ય પૂછે છે--હે ભદન્ત! કૃત નિશ્ચિત મતિજ્ઞાનનું શું સ્વરૂપ છે?
ઉત્તર–શ્રુતનિશ્રિત અતિજ્ઞાન નીચે પ્રમાણે ચાર પ્રકારનું છે–(૧) અવગ્રહ (૨) ઈહા (૩) અવાય અને (૪) ધારણા, વસ્તુનું સામાન્યરૂપથી જ્ઞાન થવું તેનું નામ અવગ્રહ છે. અવગ્રહ જ્ઞાનથી એવી વસ્તુ ગ્રહણ થાય છે કે જેમાં જ્યાં સુધી તે અવગ્રહના વિષયભૂત વાળી રહે છે ત્યાં સુધી નામ જાતિ આદિની કલ્પના થતી નથી. અવગ્રહને કાળ માત્ર એક સમય જ છે. તાત્પર્ય–નામ જાતિ આદિની વિશેષ કલ્પનાથી રહિત સામાન્ય માત્રનું જ્ઞાન અવગ્રહ છે. જેમ કે ગાઢા અંધારામાં કઈ વસ્તુને સ્પર્શ થઈ જતાં “આ કંઈક છે” એવું જ્ઞાન. આ જ્ઞાનમાં એ ખબર પડતી નથી કે કઈ ચીજને સ્પર્શ છે? તેથી આ અવ્યક્ત જ્ઞાનનું નામ અવગ્રહ છે. એજ વાત “સામાથી પિરસારિમિનિસ્ય” એ પંક્તિઓ દ્વારા સ્પષ્ટ કરેલ છે. અવગ્રહ જ્ઞાનમાં વસ્તુ, રૂપ, રસ આદિ દ્વારા અનિર્દેશ્ય હોય છે, કારણ કે આ જ્ઞાન અવ્યકત હોય છે. (૧)
વસ્તુના નિર્ણયને માટે જે ચેષ્ટા થાય છે તેનું નામ ઈહા છે. અવગ્રહ દ્વારા નામ, જાતિ આદિ વિશેષ કલ્પનાથી રહિત જે સામાન્ય માત્ર ગ્રહણ કરાયેલ છે તેના ઉત્તર કાળમાં એજ સામાન્યને વિશેષરૂપે નિશ્ચિત કરવાને માટે જે વિચારણ થાય છે તે ઈહાજ્ઞાન છે. જેમ સ્પર્શન ઈદ્રય દ્વારા સામાન્યરૂપથી સ્પર્શ ગૃહીત થતાં એવી જે વિચારણા થાય છે કે “આ સ્પર્શ કે છે? કોને છે ? શું કમળનાળને છે ? અથવા સર્પને છે ?” આ પ્રકારની વિચારણું ગાઢ અંધકારમાં જે સૂજતા મનુષ્યો હોય છે તેમને પણ થયા કરે છે.
શંકા–સંશય તથા ઈહા જ્ઞાનમાં શે ભેદ છે? “આ સ્થાણુ છે કે પુરુષ છે” આ પ્રકારને જેમ સંશય થાય છે એ જ પ્રમાણે “શું આ કમળનાળને
શ્રી નન્દી સૂત્ર
૧૩૯