________________
તથા–મિથ્યાષ્ટિ જીવનું મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન તે કારણે પણ અજ્ઞાન સ્વરૂપ હોય છે કે એ બને મિથ્યાદર્શનની જેમ ભવભ્રમણના કારણરૂપ હોય છે. ભવના કારણભૂત તેઓ એ કારણે મનાય છે કે પશુવધ, મૈથુન વગેરે જેવાં કર્મોને “એ ધર્મના સાધનભૂત છે” એવું માને છે, તેથી દીર્ઘતર સંસારમાર્ગના પ્રવર્તક હોવાને કારણે એ બને મિથ્યાષ્ટિને માટે અજ્ઞાનસ્વરૂપ છે.
જે રીતે ઉન્મત્તનું જ્ઞાન સ્વેચ્છાનુસાર પદાર્થોનું ગ્રાહક થાય છે અને તે કારણે તે અજ્ઞાનરૂપ મનાય છે. એ જ રીતે મિથ્યાષ્ટિનું જ્ઞાન પણ અજ્ઞાનરૂપ મનાય છે. જો કે ઉન્મત્ત માણસ જે વસ્તુ જેવી છે એવી–તેને જાણે છે. સોનાને સેનું અને તેઢાને લેડું જાણીને યથાર્થ જ્ઞાન લાભ કરી લે છે, પણ ઉન્માદને કારણે તે સત્ય અસત્યનો ભેદ જાણવાને અસમર્થ હોય છે, તેથી તેનું સાચું
ખાટું સમસ્ત જ્ઞાન પરમાર્થતા વિચારશૂન્ય કે અજ્ઞાન જ કહેવાય છે. એ જ પ્રમાણે મિથ્યાદૃષ્ટિ આત્મા કેટલેય અધિકજ્ઞાની ભલે હોય પણ આત્માના વિષયમાં અંધારું હોવાને કારણે તેનું સમસ્ત લૌકિક જ્ઞાન શાસ્ત્રની દૃષ્ટિથી અજ્ઞાન જ છે. એજ વાત “મિચ્છાદીનાં મતિજીતે યથાવસ્થિતં વરંતુ વિવાર્થવ પ્રવર્તતે ” ઈત્યાદિ પંક્તિઓ દ્વારા સ્પષ્ટ કરાઈ છે. તેમાં એ બતાવવામાં આવ્યું છે કે મિથ્યાષ્ટિ જીવનાં મતિશ્રુતજ્ઞાન વસ્તુનાં વાસ્તવિક સ્વરૂપને વિચાર ન કરીને જ પ્રવૃત્ત થયા કરે છે. જો કે મિથ્યાદષ્ટિ જીવનું “આ રસ છે, આ સ્પર્શ છે” આ પ્રકારનું જ્ઞાન અવધારણુરૂપ અધ્યવસાય વિના પ્રવૃત્ત થાય છે, અને તે આ રીતે પિતાના વિષયભૂત પદાર્થનું સંવાદક પણ થઈ જાય છે તે પણ તેના તે જ્ઞાનમાં સ્યાદ્વાદ સિદ્ધાંતને સહેજ પણ પટ હેતું નથી. તે તે યથા કથંચિત્ પ્રવૃત્ત હોય છે.
તથા જ્ઞાનનાં ફળને અભાવ હોવાથી મિથ્યાદષ્ટિનાં મતિજ્ઞાન અને શ્રતજ્ઞાનઅજ્ઞાન સ્વરૂપ હોય છે. જ્ઞાનનું ફળ “હેય-ત્યાગવા લાયક પદાર્થને પરિત્યાગ કરો અને કાચ-ગ્રહણ કરવા લાયક પદાર્થને ગ્રહણ કરે,” એ
શ્રી નન્દી સૂત્ર
૧૩૨