________________
એજ પ્રમાણે શ્રુત પણ જ્યારે સામાન્યરૂપે વિવક્ષિત થાય છે ત્યારે તે શ્રુતજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન એ બન્નેનું ખેાધક થાય છે, પણ જ્યારે તે વિશેષણવિશિષ્ટ હાય છે ત્યારે જો તેમાં સમ્યગ્દષ્ટિરૂપ વિશેષણ રહે છે તે તે શ્રુતજ્ઞાન કહેવાય છે. અને જ્યારે મિથ્યાષ્ટિ એવું વિશેષણ રહે છે ત્યારે એજ શ્રુતઅજ્ઞાન કહેવાય છે.
શંકા—મિથ્યાદૃષ્ટિનું મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન અજ્ઞાનરૂપ કેમ હાય છે? કારણ કે મિથ્યાર્દષ્ટિને પણ તે બન્ને પોત–પેાતાનાં આવરણનાં ક્ષયાપશમથી જ થાય છે, તેથી તેમની ઉત્પત્તિનું પાત–પેાતાનાં આવરણના ક્ષÀાપશમ આદિ જે કારણ છે તેમનામાં મિથ્યાદૃષ્ટિ અને સમ્યગ્દષ્ટિને લીધે ભેદ નથી, તથા સભ્યષ્ટિ જે પ્રમાણે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી ઘટ પટ આદિ પદાર્થોને જાણે છે. એજ રીતે મિથ્યાદૃષ્ટિ પણ તેમને એવાં જ જાણે છે, તેથી એ બન્નેના જાણુવારૂપી કા માં પણ ભેદ નથી ?
ઉત્તર——મિથ્યાદષ્ટિને સત્ અને અસત્ નુ વિવેકજ્ઞાન હાતુ નથી. સમસ્ત વસ્તુઓને તે એકાન્તધમ વિશિષ્ટ જ જાણે છે, કારણ કે એકાન્તવાદનું' જ તે અવલ‘બન કરે છે, ભગવાને ભાંખેલ સ્યાદ્વાદનું નહીં. જ્યારે તે “ घट एवायम्
ઘટ
[L
આ ઘડો જ છે” એવું કથન કરે છે ત્યારે તે ઘટમાં રહેલ સત્ત્વ, જ્ઞેયત્વ, પ્રમેયત્વ આદિ ધર્મના તે અપલાપ કરે છે. જો તે એવું કરતા ન હાયતા પછી આ ઘડો જ છે” આ પ્રકારનું અવધારણ તે શા માટે કરે છે ? તથા સન્દેવ ” ઘડા. સત્સ્વરૂપ જ છે” એવુ જ્યારે તે કહે છે ત્યારે તેના આ કથનથી પરરૂપની અપેક્ષાએ પણ ઘડામાં અસ્તિત્વ ધમ છે એ વાત પણ તેને કબૂલ કરવી પડશે, કારણ કે પરરૂપની અપેક્ષાએ તેમાં જ્ઞાન્તિ શબ્દના પ્રયાગ કર્યાં નથી. આ રીતે તે મિથ્યાષ્ટિ સત્ ને અત્તત્ અને બન્ને સત્ માને છે, તેથી તેની દૃષ્ટિએ સત્ અને અસમાં કેઈ ભેદ ન હોવાથી તે મિથ્યાષ્ટિનુ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન અજ્ઞાનરૂપ માનવામાં આવ્યુ છે.
શ્રી નન્દી સૂત્ર
૧૩૧