________________
શંકા–આ રીતે તે મતિજ્ઞાન પણ મૃતપૂર્વક હોય છે, શબ્દને સાંભળીને જે મતિજ્ઞાન ઉત્પન્ન થાય છે તે મૃતપૂર્વક મતિજ્ઞાન છે, એ વાત પ્રસિદ્ધ છે. તેથી જેમ મતિપૂર્વક શ્રત થાય છે એજ રીતે શ્રત પૂર્વક મતિજ્ઞાન પણ થાય છે, તે પછી કાર્યકારણ આદિની અપેક્ષાએ તેમનામાં ભેદનું પ્રદર્શન કરે છે તે સંભવે નહીં
ઉત્તર–અહીં “મતિજ્ઞાનથી શ્રુતજ્ઞાનની ઉત્પત્તિ થાય છે” એમ જે કહેવાય છે તે ભાવકૃતની અપેક્ષાએ કહેવાય છે. ભાવશ્રુતજ્ઞાન ઉપયોગરૂપ મનાયું છે. તે ઉપયાગરૂપ ભાવકૃતજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક જ હોય છે. હવે મૃતથી મતિ ઉત્પન્ન થવાની વાત બાકી રહી, તે શબ્દાત્મક દ્રવ્યથતથી તે ઉત્પન્ન થાય છે જ પણ જ્યાં એમ કહેવામાં આવે છે કે “મતિઃ થતપૂર્વા” તેનું તાત્પર્ય એ છે કે ઉપગરૂપ ભાવમૂતથી મતિજ્ઞાન ઉત્પન્ન થતું નથી. અથવા “ભાવકૃતનું કાર્ય મતિ છે” એ વાત નિષિદ્ધ કરાયેલ છે. આ બન્નેના કમને નિષેધ કરાયો નથી, કારણ કે શ્રુતે પગથી ચુત થયેલ જીવના ક્રમથી મતિમાં અવસ્થાન મનાય છે જ.
ભેદની ભિન્નતાની અપેક્ષાએ ગણતાં પણ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં ભિન્નતા આવે છે કારણ કે અવગ્રહ ઈહા, અવાય અને ધારણા આદિના ભેદથી મતિજ્ઞાન અઠ્ઠાવીસ પ્રકારનું, તથા અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય આદિના ભેદથી શ્રુતજ્ઞાન અનેક પ્રકારનું મનાય છે. ૨ છે.
ઈન્દ્રિ દ્વારા જે ઉપલબ્ધિ થાય છે તે ઉપલબ્ધિના વિભાગથી પણ મતિ અને શ્રુતના ભેદ છે. કહ્યું પણ છે–
" सोइदियोवलद्धी, होइ सुयं सेसयं तु मइनाणं । मोत्तूणं दव्वसुयं, अक्खरलंभो य सेसेसु"॥१॥
શ્રી નન્દી સૂત્ર
૧૨૭