________________
ઉત્કર્ષતા અને અપતાથી શ્રુતજ્ઞાનમાં ઉત્કર્ષતા અને અપકતા આવે છે. આ કારણની અપેક્ષાએ શ્રુતજ્ઞાનમાં મતિપૂર્વકતા દર્શાવી છે. “ મલ્યા પાચતે ” એ અપેક્ષાએ શ્રુતમાં મતિપૂર્વકતા આ પ્રકારે છે–જેમ માટીને અભાવે ઘડા હાઇ શકતા નથી, પણ માટીના સદ્ભાવમાં જ થાય છે, તેથી માટી ઘડાનુ કારણ છે. એજ પ્રમાણે શ્રુતજ્ઞાન પણ મતિજ્ઞાનના સદ્ભાવમાં જ થાય છે, તેના અભાવમાં નહીં. એ વાત પ્રત્યેક પ્રાણીને સ્વાનુભવથી સિદ્ધ છે કે અનેક શાસ્ત્રોને સાંભળવા છતાં જે શાસ્ત્રના વિષયનુ સ્મરણ રહે છે, અથવા જેને વધારે ઉહાપાહ આદિ થતા રહે છે, એજ શાસ્ર અધિક સ્પષ્ટતાથી પ્રતિભાસિત થાય છે, અન્ય શાસ્ત્ર નહી, તેથી એ વાત સિદ્ધ થાય છે કે શાસ્ત્રના-તેમાં રહેલ વિષયના સ્પષ્ટપ્રતિભાસરૂપ શ્રુતજ્ઞાન સ્મરણાદિરૂપ મતિજ્ઞાનને આધીન છે, જેમ ઘડાની સ્થિતિ માટીને આધીન છે તે પ્રમાણે શ્રુતજ્ઞાનની સ્થિતિ મતિને આધિન છે. આ કારણે શ્રુતમાં મતિપૂતા સ્પષ્ટ છે.
પ્રશ્ન—જ્યારે જીવને સમ્યકત્વની પ્રાપ્તિ થાય છે ત્યારે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની ઉત્પત્તિ એક સાથે થાય છે, કારણ કે સમ્યકત્વની ઉત્પત્તિના પહેલાં જીવમાં જે તેિઅજ્ઞાન અને શ્રુતઅજ્ઞાન હતાં તે તેની ઉત્પત્તિ થવાથી એક સાથે નાશ પામે છે. તે એવી સ્થિતિમાં શ્રુતમાં મતિપૂર્વકતા કેવી રીતે આવી શકે છે? બીજી એક વાત એ પણ છે કે જો શ્રુતજ્ઞાનને મતિપૂર્વક માનવામાં આવે તે જ્યારે મતિજ્ઞાન ઉત્પન્ન થતાં તેના સમકાળે શ્રુતજ્ઞાન ઉત્પન્ન ન થાય તે તે અવસ્થામાં જીવને શ્રુતજ્ઞાનના પ્રસ’ગ આવશે, કારણ કે જ્યાં સુધી શ્રુતજ્ઞાન ઉત્પન્ન થયું નથી ત્યાં સુધી શ્રુતઅજ્ઞાનના વિગમ પણ થયા નથી, તે એ સ્થિતિમાં જીવને જ્ઞાન અને અજ્ઞાનની એક સાથે હાજરી રહેશે, પણ એમ થવું તે ઈષ્ટ નથી, કારણ કે અંધકાર અને પ્રકાશની જેમ જ્ઞાન અને અજ્ઞાન એક સાથે રહી શકતા નથી ?
ઉત્તર—લબ્ધિની અપેક્ષાએ મતિ અને શ્રુત એ અને એક સાથે થાય છે, ઉપયાગની અપેક્ષાએ નહીં. ઉપયાગની અપેક્ષાએ તે તે બન્ને ભિન્ન ભિન્ન સમયે થાય છે; તેથી શ્રુતજ્ઞાન મતિપૂર્વક મનાય છે. તાત્ય એ છે કે-જો મતિજ્ઞાન દ્વારા વિચાર ન કરાય તેા શ્રુતાપયોગ ઉત્પન્ન થઈ શકતા નથી, તેથી શ્રુતાપંચાગનુ જનક મતિજ્ઞાન છે,
શ્રી નન્દી સૂત્ર
૧૨૬