________________
થવા જોઇએ, પણ એમ થતું નથી. ભેવ્યવહાર તા તેમનામાં થાય છે જ તે તે ભેદ્રવ્યવહાર કેવી રીતે થાય છે ?
!
સમાધાનઃ—તેનું સમાધાન ત ્ નિ પુળ સ્ત્ય'॰ ઈત્યાદિ સૂત્રાંશ દ્વારા સૂત્રકાર કરે છે. તેઓ તેમાં એમ ખતાવે છે કે જો કે એ મને જ્ઞાન અન્યાન્યા નુગત છે—પરસ્પર સંબદ્ધ છે તે પણ આચાય-તીથંકર ગણધર તેમનામાં ભિન્નતાની પ્રરૂપણા કરે છે. આ પ્રરૂપણાનું કારણ એ છે કે પરસ્પર અનુગત હોવા છતાં પણ એ બન્નેમાં લક્ષણની અપેક્ષાએ ભેદ છે, તેથી લક્ષણભેદથી તેમનામાં ભેદ આવી જાય છે. જેમ એક આકાશરૂપ આધારમાં રહેલ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયમાં પરસ્પર અનુગત હાવા છતાં લક્ષણ-ભેદ્રથી ભેદ મનાય છે તેમ તે બન્ને જ્ઞાન વિષે પણ લે છે. એ મને દ્રવ્ય એક આકાશપ્રદેશમાં પરસ્પર લાલીભાવથી રહેલ મનાય છે તે પણ તેમનામાં લક્ષણભેદથી ભિન્નતા માનવામાં આવે છે. જે પ્રકારે જાતે ચાલવાની શક્તિવાળી માછલીને ચાલવામાં જળ સહાયક થાય છે, એજ પ્રમાણે જાતે ગમન કરવાની શક્તિવાળા જીવ અને પુદ્ગલને ચાલવામાં જે સહાયક થાય છે તે ધર્માસ્તિકાય છે. આ દ્રવ્ય અરૂપી અને અસંખ્યાત પ્રદેશી મનાય છે. સ્થિતિક્રિયા કરવામાં સ્વયં ઉપાદાન ભૂતજીવ અને પુદ્દગલને સ્થિત કરવામાં જે મુસાફરને છાયાની જેમ સહાયક થાય છે તે અધર્માસ્તિકાય છે. આ દ્રવ્ય પણ અસંખ્યાત પ્રદેશી અને અરૂપી મનાય છે આ પ્રમાણે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનાં લક્ષણા શાસ્ત્રકારોએ માન્યાં છે. આ લક્ષણની ભિન્નતાને કારણે જ તે બન્ને દ્રવ્યેામાં ભિન્નતા માનવામાં આવી છે. એજ પ્રમાણે આભિનિઐાધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાનમાં પણ લક્ષણભેદથી ભિન્નતા માનવામાં આવી છે. અભિમુખ અને ચેાગ્ય દેશમાં રહેલ નિયત અને ઇન્દ્રિય અને મન દ્વારા આત્મા જે પરિણામવિશેષથી જાણે છે, તે પરિણામવિશેષ જ આભિનિષેાધિક જ્ઞાન છે. શ્રવણુ ઈન્દ્રિયના વિષયભૂત થયેલ શબ્દની સાથે સંપૃષ્ટ અને આત્મા વાચ્ય-વાચકસબ ધપૂર્વક જે પરિણામવશેષદ્વારા જાણે છે તે આત્માના પિરામિવશેષ જ શ્રુતજ્ઞાન છે.
શંકાઆપે શ્રુતનુ જે આ પ્રમાણે લક્ષણ કહ્યું છે તે લક્ષણ જ શ્રોત્ર ઇન્દ્રિય લબ્ધિવાળા છે. અથવા ભાષાલબ્ધિવાળો છે તેમાં જ ઘટાવી શકાય છે, એકેન્દ્રિયમાં નહી', કારણ કે જે પ્રાણી શ્રૉંત્રન્દ્રિય લધિવાળુ હાય છે એજ વિવક્ષિત શબ્દ સાંભળીને તે શબ્દથી તેનાં વાચ્ય અને જાણી શકે છે, ખીન્ને નહીં, કારણ કે તેનામાં એવી શક્તિના અભાવ છે ? તથા જે ભાષાલબ્ધિસપન્ન દ્વીન્દ્રિયાદિક જીવ છે તેએ પણુ સામાન્ય રીતે પેાતાનાં ચિત્તમાં કોઈ પણ વિકલ્પ કરીને તેના અનુસાર શબ્દોનું ઉચ્ચારણ કરે છે, તેથી તેમનામાં પણ શ્રુતની સંભાવના હોય છે. જે એકેન્દ્રિય જીવા છે તે શ્રોત્રેન્દ્રિય લબ્ધિવાળા પણ નથી અને ભાષાલબ્ધિવાળા પણ નથી, તે
શ્રી નન્દી સૂત્ર
૧૨૩