________________
ભગવાન મહાવીર સ્વામીએ બાવીસ પરિસહ કહ્યા છે. જે સાંભળીને, એના સ્વરૂપને જાણીને એને છતે. પરિસહ આવે તે ભિક્ષુ વિચલિત ન થાય. જબૂસ્વામી પૂછે છે કે, એ બાવીસ પરિસહ કયા કયા છે? ઉત્તર–૧ સુધા પરિષહ, ૨ તરસન, ૩ શીત, ૪ ઉષ્ણ, ૫ ડાંસમચ્છર આદિને, ૬ જૂન વસ્ત્ર કે વસ્ત્રના અભાવને, ૭ અરતિ ૮ સ્ત્રી, ૯ વિહાર, ૧૦ એકાન્તમાં બેસવાનો ૧૧ શયા, ૧૨ કઠોર, ૧૩ વધ, ૧૪ યાચના, ૧૫ અલાભ, ૧૬ રેગ, ૧૭ તૃણસ્પર્શ, ૧૮ મેલ, ર૯ સત્કાર–પુરસ્કાર, ૨૦ પ્રજ્ઞા, ૨૧ અજ્ઞાન પરિષહ, ૨૨ દર્શન પરિષદ
પરીસહાણું પવિભરી, કામણ પવઈયા; તે બે ઉદાહરિસ્સામિ, આપૃવિ સુણેહ એ. (૧)
હે જમ્મુ કાશ્યપ ગેત્રીય ભગવાને પરિસના જે વિભાગ બતાવ્યા છે અને હું ક્રમવાર કહું છું. તે તું સાંભળ. ૧ દિગિંછા પરિગએ દેહે, તવસ્સી ભિખૂ થામવં; ન છિન્દ ન છિન્દાવએ, ન પાએ ન પયાવએ. (૨)
ભૂખથી પીડિત થએલ તપસ્વી સંયમી સાધુએ પિતે ફલાદિને ન તોડે. બીજાની પાસે ન તેડાવે, પોતે ન રાંધે, બીજાની પાસે ન રંધાવે. ૨ કાલીપળંગસંકાસે, કિસે ધમણિસંતએ; માયને અસણ પાણરૂ, અદિણમણ ચરે. (૩)
ભૂખથી સુકાઈને કાગડાના પગ જેવું દુર્બલ શરીર થઈ જાય, નસો દેખાવા લાગે, શરીર અત્યંત કૃશ થઈ જાય તો પણ આહારપાણીની મર્યાદાને જાણનાર સાધુ, દીનપણું ન લાવે અને ઢતાથી સંયમ માર્ગમાં વિચરે. ૩ તએ પહો પિવાસાએ, ગુંછી લજજ સંજએ, સીઓદગં ન સેલિજજા, વિયડસેસણું ચ. (૪)
ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ