SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ હે સંયતિ ! હું તમારે નાથ થાઉં છું. આપ મિત્રજ્ઞાતિયુક્ત થઈને ભોગોને ભોગવો. આ માનવ-જન્મ ખરેખર દુર્લભ છે. ૧૧ અપૂણા વિ અણાહો સિ, સેણિયા મગહાહિવા અપણુ અણાહે સન્ત, કસ નાહે ભવિસ્યસિ ૧૨ હે મગધાધિપ શ્રેણિક! આપ પોતે જ અનાથ છે. જયાં તમે પોતે જ અનાથ છે ત્યાં બીજના નાથ કેવી રીતે થઈ શકશો ? ૧૨ એવં વૃત્તો નરિો સે, સુસંભન્તો સુવિહિએ ! વયણે અભ્ભયપુવૅ, સાહુણ વિહુયન્નિએ ૧૩ સાધુ પાસેથી પહેલાં નહિ સાંભળેલું એવું વચન સાંભળીને રાજા વિસ્મિત થયે, વ્યાકુળ થયે અને એને અત્યન્ત આશ્ચર્ય થયું. ૧૩ અસ્સા હસ્થી મણુસ્સા મે, પુરું અજોઉર થ મે ભુંજામિ માણસે ભેગે, આણ ઇસ્સરિયં ચ મે ૧૪ હે મુનિ ! મારી પાસે અશ્વો, હાથી, મનુષ્ય, નગર અને અન્તઃપુર છે. મારી આજ્ઞા બધું ચાલે છે, હું માનવ-ભોગે ભોગવું છું. ૧૪ એરીસે સમ્પયગશ્મિ, સત્રકામસમષિએ કહું અણાહે ભવઈ, મા હુ ભત્તે મુસં વએ ૧૫ આવી જાતની પ્રધાન સમૃદ્ધિ અને બધા પ્રકારનું કામ ભોગ હોવા છતાં હું અનાથ કેવી રીતે છું? હે પ્રભુ ! આપ માયા-અસત્ય તે નથી બોલતા ! ૧૫ ન તુમ જાણે અણહિલ્સ, અર્થે પુત્યં ચ પર્દૂિવા ! જહા અણાહે ભવઈ સણાહે વા નરાહિવા ૧૬ હે પાર્થિવ ! નરાધિપ ! તું અનાથ શબ્દને અર્થ અને ઉત્પત્તિ જાણતા નથી કે અનાથ અને સનાથ કેને કહે છે ! ૧૬ ઉત્તરાધ્યયન સૂત્ર મૂલ
SR No.006473
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayan Sutra Mool Evam Gujarati Arth Sathe Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages380
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy