________________
પિપાસાની વેદના જ્યારે ઉપસ્થિત થઈ જાય ત્યારે તેની શાંન્તીના માટે સાધુએ આહાર પાણીની ગવેષણ કરવી જોઈએ. આહાર પાણીના વગર સાધુ ગુરુ, આદિની સેવા યથાવત કરી શકતા નથી. આથી વૈયાવૃત્ય રૂ૫ તપસ્યાની આરાધના નિમિત્ત આવશ્યક છે કે, આહાર પાણીનો ઉપયોગ કરવામાં આવે, સાધુ
જ્યાં સુધી સુધા અને પિપાસાથી આકુળ વ્યાકુળ થતા હોય છે, ત્યાં સુધી તેનાથી ઇર્ષા સમિતિની પરિપાલના થઈ શકતી નથી. આથી એની પાલના નિમિત આહાર પાણીની ગવેષણ કરવી સાધુ માટે આવશ્યક છે. આહાર આદિના વગર કચ્છ, મહાકચ્છની માફક સંયમનું પરિપાલન થવું અસંભવ છે. આ કચ્છ-મહાકછ બે ભાઈઓ હતા તેઓએ ભગવાન ઋષભ દેવસ્વામીની સાથે દીક્ષા લીધી હતી, એક વખત ભગવાન પ્રતિમામાં વિરાજિત હતા ત્યારે તેઓને આહારાદિ ન મળવાથી સંયમ પાળવામાં અસમર્થ થઈને તાપસ બની ગયા. આ માટે સંયમને સારી રીતે પાલન કરવા સારૂ આહાર પાની ગવેષણા કરવી ઉચિત છે. આહાર પાણી વગર અવિધિ પૂર્વક દેહનું વિસર્જન કરવું તે આપઘાત કરવા સમાન છે. આથી એવા આત્મઘાતથી બચવા માટે પ્રાણેના પરિત્રાણને માટે આહાર પાછું લેવા આવશ્યક છે. ધર્મધ્યાનની ચિતા પણ જ્યાં સુધી આહાર પાણી ન મળે ત્યાં સુધી નિશ્ચિત રૂપથી સાધી શકાતી નથી. આથી આ ધ્યાનની ચિતાના માટે આહાર પાણીનું લેવું આવશ્યક છે. આ જ કારણ છે. આ છે કારણોને લઈને મુનિ આહાર પાણીની ગષણા કરે. ૩૩
આહાર કે ત્યાગ કા છઃ કારણોં કા વર્ણન
જે કારણોથી ભકત આદિનું ગ્રહણ સાધુએ ન કરવું જોઈએ એ કારણેને સૂત્રકાર બતાવે છે--“નિમાંથ” ઈત્યાદિ !
અન્વયાર્થ–fધમંતો-તિમાનું ધર્માચરણના તરફ સંપૂર્ણપણે ધર્યશાળી નિrો-નિમઃ નિર્ગથ સાધુ અથવા ધૃતિમતી નથી-નિર્બી સાધ્વી એ બને પણ હિંમ આ વક્ષ્યમણ છર્દિ પર ટોળે-જગરેજ સ્થ છે સ્થાનના ઉપસ્થિત થવાથી ન જ - સુર્યાત ભક્તપાનની ગવેષણ ન કરે,
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૩૧