________________
उपशान्तमोहा, नो न शुद्धाचारा, नो अशुद्धशरीरा, नो व्यवसायवर्जिता, नो अपूर्वकरणविरोधिनी, नो नवगुणस्थानरहिता कथं न उत्तमधर्मसाधिकेति ।
તાત્પર્ય આનું આ પ્રમાણે છે—સ્ત્રી અજીવ નથી, પરંતુ જીવ જ છે. આથી એને ઉત્તમ ધમ સાધન કરવાની સામે કોઈ વિરોધ નથી, કેમાં પણ આજ પ્રમાણે જોવામાં આવે છે.
શંકા–જીવ માત્રને જે ઉત્તમ ધર્મના સાધક માનવામાં આવે તે પછી અભઑને પણ જીવ હોવાથી ઉત્તમ ધર્મના સાધક માનવા પડે. પરંતુ એમનામાં તે ઉત્તમ ધર્મની સાધકતા માની શકાતી નથી. આ પ્રકારની આશંકાની નિવૃત્તિના માટે સૂત્રકાર કહે છે કે-અભવ્ય નથી તે પણ સ્ત્રીમાં પણ કેટલીક સ્ત્રી અભવ્ય હેય છે તથાપિ બધી અભવ્ય હોય છે એવી વાત નથી. સંસારથી નિર્વેદ, ધર્મથી અદ્વેષ તથા સુશ્રુષા વગેરે ગુણે તેમનામાં દેખાય છે. ભવ્ય હોવા છતાં પણ એ સમ્યગ્ગદર્શનની વિધિની હોતી નથી. કેટલાક પ્રાણી તે એવા એવા હોય છે કે, ભવ્ય હોવા છતાં પણ સમ્યગુ. દર્શનથી વિશેષ રાખે છે. પરંતુ એ એવી નથી. કેમકે, એનામાં આસ્તિકતા આદિ ગુણો જોવામાં આવે છે. મનુષ્ય જાતિમાં એ ઉત્પન્ન થાય છે. કેમ કે, એનામાં મનુષ્ય જાતિની રચના અનુસાર વિશિષ્ટ એવા હાથ, પગ, છાતી. ડોક વગેરે અવયની રચના જોવામાં આવે છે, “અમાનુષી એ નથી, પરંત મનુષ્ય છે. “જો મનાયરાત્તિઃ ” કેટલીક માનુષી પણ હોય છે. પરંતુ જે તે અનાર્યા હોય તે પણ નિર્વાણને ચગ્ય મનાતી નથી. આથી એ અનાર્ય કુળમાં ઉત્પન્ન થયેલ નથી પરંતુ આર્યકુળમાં ઉત્પન્ન થયેલ છે. આ પ્રમાણે “નો અસંચાલુકા ? એ આર્યકુળમાં ઉત્પન્ન હોવા છતાં પણ અસંખ્ય વર્ષની આયુવાળી નથી હોતી. કેમ કે, અસંખ્યાત વર્ષની આયુવાળા ભેગ ભૂમિયાજીવ હોય છે, પરંતુ તે મોક્ષના અધિકારી હોતા નથી. એ સંખ્યાત વર્ષની આયવાળી છે. આથી નિર્વાણને યોગ્ય છે. સંખ્યાતવર્ષની આયવાળી પણ કેટલીક અતિ ક્રર બુદ્ધિવાળી સ્ત્રિયો નિર્વાણની અધિકારિણી બનતી નથી આથી આ દોષને દૂર કરવા માટે એવું કહ્યું છે કે, એ અતિક્ર બુદ્ધિવાળી નથી આ કારણે એ સાતમા નરકના આયુના બંધના કારણભૂત રૌદ્રધ્યાનથી રહિત હોય છે, જે રીતે એનામાં સાતમા નરકની આયુના બંધનના કારણભૂત રૌદ્રધ્યાનને અભાવ છે એજ રીતે એનામાં પ્રકૃષ્ટ શુભધ્યાનને પણ અભાવ માન જોઈએ તે એ વાત નથી. કારણ અશુભ રૌદ્રની સાથે એને કઈ અવિનાભાવ સંબંધરૂપ પ્રતિબંધ નથી, એ ધ્યાનના અભાવમાં પણ પ્રકષ્ટ શભ ધ્યાન થઈ શકે છે. “નો ન કરશાન્તમોહા” કેટલીક સ્ત્રી અતિ ક્રૂર મતિવાળી ન પણ હોય. પરંતુ એનામાં રતિની લાલસા રહે છે. આથી આવી
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪