________________
જ્ઞાનના સદૂભાવમાં પણ ચારિત્રને પ્રકર્ષ બળથી કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ જાય છે. એવું પ્રવચનમાં વિદ્ધ છે, આ કારણે અલ્પશ્રત જ્ઞાન હોવાથી પણ વિશિષ્ટ સામર્થ્ય સ્ત્રિોમાં સંભવિત હોઈ શકે છે. આથી એ વિશિષ્ટ સામર્થ્યને અભાવ એનામાં નથી બનતે.
જે કહે કે, સ્ત્રિમાં અનુપસ્થાપ્યતા અને પારાંચિત પ્રાયશ્ચિત્તની શૂન્યતા છે. આનાથી એમનામાં વિશિષ્ટ સામર્થ્યને અભાવ છે. આ કઈ રીતે ઉચિત માની શકાય. કારણ કે એને નિષેધ હોવાથી પણ વિશિષ્ટ સામર્થ્યને અભાવ નિશ્ચિત થઈ શકતો નથી કેમ કે, અધિકારીઓની યોગ્યતાની અપેક્ષાથી શાસ્ત્રોમાં નાના પ્રકારના પ્રાયશ્ચિત્તાને ઉપદેશ સાંભળી શકાય છે. પુરૂષોની અપેક્ષા પણ યોગ્યતા અનુસાર ગુરૂ અને લઘુ પ્રાયશ્ચિત્તોને ત્યાં ઉપદેશ થયેલ છે. જેમને લઘુ પ્રાયશ્ચિત્ત આપવાની વાત કહેવામાં આવેલ છે. એવા પુરૂષને પણ ચારિત્રના પ્રકર્ષ માં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. તથા જેને ગુરૂ પ્રાય શ્ચિતના અધિકારી બતાવવામાં આવેલ છે એમને પણ જે ચારિત્રનો પ્રકર્ષ ન હોય તે કેવળજ્ઞાનની ઉત્પત્તિ થતી નથી.
તથા અનેક પ્રકારના તપનું વિધાન શાસ્ત્રમાં સાંભળી શકાય છે. એ જ પ્રમાણે પુરુષોને ઉપકારક હોય છે એ જ પ્રમાણે પ્રિયેને પણ ઉપકારક હોય છે કેમ કે, બંનેને ત્યાં અધિકાર છે. રહ્યું પ્રાયશ્ચિત્તનું વિધાન તે એ યોગ્યતાની અપેક્ષા રાખે છે. આ અપેક્ષાને લઈને એનું વિધાન થયેલ છે. આથી ગુરૂત્તર પ્રાયશ્ચિત્તની અધિકારિણી ન હોવાના કારણે સ્ત્રિયામાં વિશિષ્ટ સામર્થ્યને અભાવ છે એ કહેવું યુકિતયુકત નથી.
જે કહે કે, પુરૂષોથી એ અનભિવંઘ છે. આ કારણે એ એનાથી અપકષ્ટ છે તે એવું કહેવું પણ ઉચિત પ્રતીત થતું નથી. કારણ કે, આ અનભિવંઘતા ક્યા રૂપથી આપ કહે છે? શું સામાન્ય પુરૂષની અપેક્ષાથી અથવા તે ગુણાધિક પુરૂષની અપેક્ષાથી જે કહે કે, આ અનભિવંધતા સામાન્ય પુરૂષની અપેક્ષાથી એમનામાં છે તે એવું કહેવું ઉચિત નથી, કેમકે સામાન્ય પુરૂષ એમને વંદન કરે છે તીર્થકરની માતાને તે શકાદિક પણ નમસ્કાર કરે છે તો પછી બીજી વ્યકિતની તે વાત જ શું કહેવી.
જે કહે કે, ગુણોમાં જે અધિક હોય છે તે સ્ત્રિયોને નમન કરતા નથી આની અપેક્ષાએ ત્યાં અનભિવંઘતા હોવાથી એ એમની અપેક્ષા હીન માનવામાં આવે છે તે એવું કહેવું પણ ઠીક નથી. કારણ કે, આ રીતે તે તીર્થકર પણ ગણધરને નમસ્કાર કરતા નથી. ગણધરેમાં પણ ગુણાધિક પુરૂષોની અપેક્ષાએ અનભિવંઘતા આવી જવાથી મુક્તિની પ્રાપ્તિનો અભાવ માનવે પડશે. આ રીતે ગણધર પણ પોતાના શિષ્યોને વંદતા નથી. આથી એ શિષ્યને મોક્ષની પ્રાપ્તિ ન થવાનું જ માનવું પડશે.
કદાચ એવું કહે કે, સમરણ આદિની અકર્તા હોવાથી સ્ત્રિ પરની અપેક્ષા હીન માનવામાં આવેલ છે. આ કહેવું પણ યુક્તિ યુક્ત નથી. કેમકે,
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
૨૮૨