________________
નિર્ધાત કાળમાં અથવા ગુંજીત સમયમાં ચાર પ્રહર, આઠ પ્રહર અથવા બાર પ્રહર સુધીને અસ્વાધ્યાય કાળ છે જે દિવસે ચંદ્રગ્રહણ હોય એ દિવસે જઘન્યથી આઠ પૌરૂષી સુધી અસ્વાધ્યાય કાળ જાણવું જોઈએ. તથા ચાર સંધ્યા પણ અસ્વાધ્યાય કાળ છે. કહ્યું પણ છે – "णो कप्पइ णिग्गथाणं वा, णिग्गंथीणं वा चउहिं संज्झाहिं संज्झायं । વત્તા ! તે હા-પઢમાણ, પટ્ટમાણ મન્નઇ, કટ્ટર | રૂરિા
આ પ્રમાણે ચાર સંધ્યા, અસ્વાધ્યાય કાળ છે. એનું વિવરણ આ પ્રમાણે છે-સૂય જે સમયે અસ્ત થઈ જાય છે. તે એક સંધ્યા, જ્યારે અધી રાત થાય ત્યારે તે એક સંધ્યા, જ્યારે પ્રભાતને સમય થાય છે ત્યારે એક સંધ્યા એ સમયની તથા એક સંધ્યા મધ્યાહ્ન કાળની આ પ્રમાણે એ ચાર સંધ્યા છે, આ ચાર સં થામાં સ્વાધ્યાય કરવાનું વર્જનીય છે. બાકીની કિયાએ પ્રતિલેખના આદિ ક્રિયાઓ વજનીય નથી. આ ચાર સંધ્યાએમાં સ્વાધ્યાય કરવાનું એ માટે વજનીય બતાવેલ છે કે, આમાં સ્વાધ્યાય કરવાવાળાને આજ્ઞાભંગ આદિ દેના ભાગી થવું પડે છે. તથા અષાઢ મહિનાની પુનમ અને એના પછીની પ્રતિપદા, ભાદરવા માસની પુનમ અને તેના પછીની પ્રતિપદા આ માસની પુનમ અને તેના પછીની પ્રતિપદા, કાર્તિક માસની પુનમ અને તેના પછીની પ્રતિપદા, ચૈત્ર માસની પૂનમ તથા એના પછીની પ્રતિપદા. આ પ્રમાણે ચાર પુનમ તથા એના પછીની પ્રતિપદાઓમાં સ્વાધ્યાય ન કર જોઈએ. અન્ય પ્રતિલેખના ક્રિયાઓ કરવાને પ્રતિષેધ નથી.
પરસમસ્થ ભેદ જે યુગ્રહ છે એનાથી જન્મતા અસ્વાધ્યાયિક આ પ્રમાણે છે–રાજાઓને જેમ પરસ્પર સંગ્રામ થાય છે એનું નામ વ્યગ્રહ છે. સેનાપતિ આદિકને જે પરસ્પર સંગ્રામ થાય છે તે પણ બુગ્રહ છે. આ વ્યગ્રહમાં સ્વાધ્યાય વજનીય છે. એને કાળ જ્યાં સુધી સંગ્રામ શાંન્ત ન થાય ત્યાં સુધી છે. આજ રીતે કેટલાક યુવાન પુરૂષ પરસ્પર પત્થર લાકડી, આદિથી લડતા હોય તે લડાઈ પણ યુગ્રહ છે. આ લડાઈ જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી સ્વાધ્યાય કરવાનું વજીત છે.
તથા રાજાના મરી જવાથી જ્યાં સુધી બીજા રાજાને એ ગાદી ઉપર રાજ્યાભિષેક કરવામાં ન આવે ત્યાં સુધી સ્વાધ્યાય કરવાની મના કરવામાં આવેલ છે. સમય અવસ્થામાં અથવા મ્લેચ્છ આદિક દ્વારા આકુળતા વ્યાકુળતા થવાથી સ્વાધ્યાય કરવાને નિષેધ છે. ગામને માલિક અથવા ગામને પ્રધાન, શય્યાતર અથવા શય્યાતરને સંબંધી કેઈ મનુષ્ય મરી જાય ત્યારે એવી સ્થિતિમાં પણ સ્વાધ્યાય ન કરવું જોઈએ. આ સ્થિતિમાં અસ્વાધ્યાયને સમય એક અહેરાત્રને છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર : ૪