________________
અત્યંત દયાના સમુદ્ર હોવાથી જ્યારે તેમના દ્વારા તે દુષ્ટ પાપી નમુચિની પણ રક્ષા થઈ ત્યારે ચકવતીએ “આ પાપીનું રાજ્યમાં રહેવું ઉચિત નથી” આવા વિચારથી તેને દેશનિકાલ કરી દીધું. આ પ્રમાણે સંઘના કાર્યને સુસંપાદિત કરીને અને આલેચના દ્વારા શુદ્ધ થઈને તે વિઘણકુમાર મુનિરાજે ચિરકાળ પર્યત ખૂબજ અઘરાં એવાં તપને તપીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી અંતે મુકિતને પામ્યા. મહાપદ્મ ચક્રવર્તીએ પણ ખૂબ લાંબા સમય સુધી ચક્રવત પદની વિભૂતિને ઉપભેગ કરીને પાછળથી સુત્રતાચાર્યની પાસેથી જીન દીક્ષા અંગીકાર કરી દસ હજાર વર્ષ સુધી મહાન તપની આરાધના કરી તથા આથી તેમના ઘનઘાતીયાં કર્મોને નાશ થઈ જવાથી કેવળજ્ઞાની બન્યા. ત્યાર પછી તે અઘાતીયા કર્મોના વિનાશથી મુકિત પ્રાપ્ત કરી. એમના શરીરની ઉંચાઈ વીસ ધનુષની હતી. તથા તેમનું કુલ આયુષ્ય ત્રીસ હજાર વર્ષનું હતું. ૪૧
હરિષણ ચક્રવર્તી કી કથા
તથા–“Tછd” ઈત્યાદિ.
અન્વયાર્થ–માનનિર-માનનિટના મમ્મત શત્રુઓના અહંકારનું મર્દન કરવાવાળે મળ -મનગેન્દ્ર વીસમા તીર્થંકરના વખતમાં થયેલા હરિપેણ નામના દસમાં ચક્રવતીએ - પૃથ્વીને છ- છ પૂર્ણપણે પિતાના આધીન કરીને પુત્તરં વો-શારાં ર્તિ પામઃ સર્વોત્કૃષ્ટ મેક્ષ ગતિને પ્રાપ્ત કરી.
એમની કથા આ પ્રમાણે છે– આ ભરતક્ષેત્રની અંદર કાંપિપુરમાં મહાહરિ નામના રાજા રાજ્ય કરતા હતા. તેને મેરા નામની પટરાણી હતી. તે રાત્રીના વખતે પિતાની સુકોમળ શૈયા પર સુતેલી હતી ત્યારે તેણે ચૌદ સ્વાન જયાં આ પછી તેને એક સર્વાગ સુંદર કુમારને જન્મ થયે. જેનું નામ હરિષેણ રાખવામાં આવ્યું. શુકલ પક્ષમાં જે રીતે ચંદ્રમાની વૃદ્ધિ થાય છે એવી રીતે પ્રતિદિવસ વધતાં વધતાં એ બાળક પિતાના
ગ્ય સમયે સકળ કળાઓમાં પારંગત બની ગયા. જ્યારે તેઓ યુવાવસ્થા સંપન્ન થયા ત્યારે મહાહરિ રાજાએ રાજ્યને સઘળે કારોબાર તેમને સુપ્રદ કરી દઈ રાજ્યાસને બિરાજમનિ કર્યા. પિતાએ સોંપેલા રાજયને સુંદરરીતે વહીવટ કરીને તેમજ લેાકોનું પોત ના સંતાન સમાન હરેક રીતે પાલન પોષણ કરીને તથા સંરક્ષણ કરીને કેટલાક વર્ષો વ્યતીત કર્યા. તેમના શરીરની ઉંચાઈ પંદર ધનુષ્યની હતી. એક દિવસ તેમના શસ્ત્રાગારમું ચક્રરનની ઉત્પત્તિ થઈ તેના પ્રભાવથી તેમણે છ ખંડ ભારતક્ષેત્ર પર પોતાનું પૂર્ણ પ્રભુત્વ સ્થાપિત કર્યું ચક્રવતી પદને ભેગવતાં તેમના કેટલાંક વર્ષ વ્યતીત થયાં. એક દિવસની વાત છે કે, જ્યારે ચકવતી આનંદથી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૩